ગુજરાત
News of Tuesday, 13th April 2021

વડોદરા બાદ સુરત સિવિલમાં ઈન્જેક્શન વેચવાનું કૌભાંડ:150 ઇન્જેક્શન બારોબાર વેંચી દેવાયા: તપાસના આદેશ

રેમડેસિવિર ઇન્જેક્શનોનો બારોબાર વહીવટ: વોર્ડમાં દર્દી દાખલ ન હોવા છતાં ઇન્જેક્શન એલોટ થયા

સુરત સિવિલમાં ઇન્જેક્શન કૌભાંડ સામે આવ્યું છે. 150 ઇન્જેક્શન બારોબાર વેંચી દેવાયા છે. રેમડેસિવિર ઇન્જેક્શનોનો બારોબાર વહીવટ કરી દેવામાં આવ્યો છે. વોર્ડમાં દર્દી દાખલ ન હોવા છતાં ઇન્જેક્શન એલોટ થયા છે. ઇન્જેક્શનનું કૌભાંડ સામે આવતા સિવિલ તંત્ર હરકતમાં આવી ગયુ હતુ. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ રાગીણી વર્માએ આ અંગે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા

  આ અગાઉ વડોદરામાં રેમડેસિવિર ઇન્જેક્શન વેચતો ડોક્ટર ઝડપાયો છે. PCBએ ડોકટર અને મેલ નર્સની ધરપકડ કરી છે. રેમડેસિવિર ઇન્જેક્શન બારોબાર વેચી મારતા હતાં. PCBએ 2 અલગ અલગ વિસ્તારમાં ટ્રેપ ગોઠવી હતી. રાવપુરા અને પાણીગેટમાં ટ્રેપ ગોઠવી હતી. આયુર્વેદિક ડોક્ટર અને સ્ટાફની અટકાયત કરવામાં આવી છે

રેમડેસિવિર ઇન્જેક્શનનો મોટો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યા છે. રેમડેસિવિર ઇન્જેક્શન 7 હજાર 500 અને 9 હજારની કિંમતે વેચાતા હતાં. આરોપીઓ વિરુદ્વ ગુના દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે. હજુ પણ કેટલાક મેડિકલ માફિયાના નામો ખુલે તેવી શકયતા છે. .

(9:48 am IST)