ગુજરાત
News of Monday, 12th April 2021

સુરતના ડીંડોલી વિસ્તારમાં યુવાનની જાહેરમાં ચપ્પુના ઘા મારી હત્યા

ડીંડોલીમાં આવેલા ગાયત્રી નગરમાં કમલેશ નામના યુવાનને જાહેરમાં ચપ્પુના ઘા ઝીકી ઘાતકી હત્યા કરી હત્યારાઓ ફરાર

સુરત :શહેરના ડીંડોલી વિસ્તારમાં એક યુવાનની જાહેરમાં ચપ્પુના ઘા મારી હત્યા થઇ છે મૃતક યુવક  કમલેશને ઉપરાઉપરી ચપ્પુના ઘા મારી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવાની દિશામાં તપાસ હાથ ધરી છે. સુરતમાં એક બાજુ કોરોના મહામારી ચાલી રહી છે બીજી બાજુ સુરતમાં હત્યા જેવા ગંભીર ગુનાઓએ માજા મૂકી છે. તેવામાં સુરતના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે એક યુવકની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી.છે

જેમાં ડીંડોલીમાં આવેલા ગાયત્રી નગરમાં કમલેશ નામના યુવાનની જાહેરમાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. જ્યાં કમલેશની જાહેરમાં કેટલાક શખ્શો આવી ચપ્પુના ઘા મારીને તેની હત્યા કરીને ફરાર થઈ ગયા હતા. આમ ઉપરાઉપર ઘા મારવાના કારણે યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે, હત્યારા આ ઘાતકી હત્યાને અંજામ આપીને જોતજોતામાં ફરાર થઈ ગયા હતા. આ અંગે ડિંડોલી પોલીસે ગુનો દાખલ કરીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. જોકે પરિવારના આશાસ્પદ યુવાનનું કરૂણ રીતે મોત નીપજતા પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે અને પરિવારનો ઘેરા શોકમાં ગરકાવ થયો છે.

યુવાનની હત્યા મામલે સમગ્ર વિસ્તરમાં ચકચાર મચી જવા પામ્યો હતો. ઘટનાની જાણકારી મળતા પોલીસે તાત્કાલિક બનાવવાળી જગ્યા પર દોડી આવીને આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. મૃતક યુવાન કમલેશની ક્યાં કારણે હત્યા કરી છે, તે હજી સામે આવ્યું નથી. પોલીસે આરોપીને પકડી પાડવાની કવાયત હાથ ધરી છે. આ વિસ્તારમાં સતત જાહેરમાં હત્યાની આ પહેલી ઘટના નથી બની, ત્યારે આ યુવાની હત્યાને લઈને સમગ્ર વિસ્તરામ લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

(1:01 am IST)