ગુજરાત
News of Tuesday, 13th April 2021

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મૃત્યુ પામેલા 12 દર્દીઓની સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ દ્વારા અંતિમ વિધિ કરાઈ

એક તરફ સુરત જેવા શહેરમાં સ્મશાનમાં લાગતી લાઈનો માં વહેલી અંતિમવિધિ કરવાના બે હજાર રૂપિયા પડાવી લેવાઈ છે જ્યાં રાજપીપળા વૈષ્ણવ સમાજ અંતિમવિધિની નિસ્વાર્થ સેવા કરે છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં તાજેતરમાં કોરોના તોફાની બન્યો હોય તેમ કેસોમાં સતત વધારો જોવા મળે છે,રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં મોતનો આંક પણ વધી રહ્યો છે ત્યારે ચાલુ સીઝનમાં કોવિડ હોસ્પિટલમાંમાં 12 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે આ તમામ મૃતકોની અંતિમવિધિ સમસ્ત વૈષ્ણવ વણિક સમાજ રાજપીપળા નિઃસ્વાર્થભાવે કરી રહ્યું છે.કોરોના ના શરૂઆત ના રાઉન્ડમાં આ સમાજના યુવાનોએ કોવિડ સ્મશાન ની સેવા શરૂ કરી ત્યારે લગભગ 35 જેવા મૃતકો ની અંતિમવિધિ કરી હતી.
  એક તરફ સુરત જેવા શહેરોમાં સ્મશાનમાં લાગતી લાઈનોમાં વહેલી અંતિમવિધિ કરવાના બે હજાર રૂપિયા પડાવી લેવાતા હોવાની વાત સામે આવી છે તેવા સમયે રાજપીપળા વૈષ્ણવ સમાજ અંતિમવિધિની નિસ્વાર્થ સેવા કરે છે એ ખરેખર કાબિલે તારીફ છે

(11:12 pm IST)