ગુજરાત
News of Tuesday, 13th April 2021

ગોતામાં ધ્રુવી ફાર્મામાં રેડ : 450 રેમડેસિવિર ઇન્જેક્શન મળ્યા ! : ફકત જાણવા જોગ નોંધ

સ્ટોક અને બીલો મંગાવવામાં આવ્યા : માલીકનો જવાબ લેવાયો

અમદાવાદ : રાજ્યમાં વધતાં જતાં કોરોના સંક્રમણ વચ્ચે રેમડેસિવિર ઈન્જેક્શનની માગમાં ધરખમ વધારો ઉભો થયો છે. સપ્લાય સામે ડિમાન્ડ ઘણી વધારે હોવાથી હાલ સમગ્ર રાજ્યમાં રેમડેસિવિર ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. ઝાયડસ ખાતે એક ઈન્જેક્શન ખરીદવા માટે લોકો કલાકોની લાઈનમાં ઉભા રહે છે. તેમ છતાં ઈન્જેક્શન મળતાં નથી. તેવામાં અમદાવાદના ગોતમાં ધૃવી ફાર્મામાંથી પોલીસને 450 રેમડેસિવિર ઈન્જેક્શન મળી આવ્યા છે. આ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. તેમનો સ્ટોક અને બીલો મંગાવવામાં આવ્યા છે. જોકે ધ્રુવી ફાર્મા સામે ફકત જાણવા જોગ નોંધ થઈ અને હજુ સુધી બારોબાર ઈન્જેક્શનની વેચાણ થયુ હોવાનું બહાર આવ્યું નથી.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગોતામાં આવેલી ધ્રુવી ફાર્માસ્યુટિકલમાં રવિવારે રાત્રે રેડ પાડી હતી. જેમાં 400 જેટલા ઇન્જેક્શનનો જથ્થો મળી આવ્યો હતો. જોકે આ બાબતે હજુ પોલીસે સત્તાવાર કોઈ જાહેરાત આપી નથી. ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ નિખિલ બ્રહ્મભટ્ટ અને સ્ટાફે ગોતામાં રેડ કરી હતી. જ્યાં ગેરકાયદે જણાતા 400થી વધુ ઇન્જેક્શન રખાયા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

આ અંગે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીએ જણાવ્યું કે, હાલના તબક્કે તપાસ ચાલી રહી છે. બીલો મંગાવ્યા છે જાણવા જોગ દાખલ કરી છે. તેમને વેચાણ કરવા અને સ્ટોક રાખવા સહિત અન્ય અનેક દસ્તાવેજી પુરાવાની માગણી કરી છે. રૂપેશ શાહનો જવાબ લેવામાં આવ્યો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, ડીજીપી આશિષ ભાટિયાએ પોલીસ તંત્રને ઇન્જેક્શનનાં કાળાં બજાર કરનારા લોકો સામે ફરિયાદ દાખલ કરી પગલાં લેવાનો આદેશ કર્યો છે, જેના પગલે વડોદરામાં બે ફાર્મા કંપની સામે કાર્યવાહી કરાઈ હતી.

કેમિસ્ટ એસોસિયેશનના પ્રમુખ જશુ પટેલે કહ્યુંં કે, વીવીઆઈપી-અધિકારીઓએ ઇન્જેક્શનનો સ્ટોક કરી લીધો હોય તેમ લાગી રહ્યું છે, જેને લીધે રેમડેસિવિરની અછત ઊભી થઈ છે. આ એક પ્રકારનું સ્ટીરોઇડ હોવાથી આંતરડામાં કાણાં, લિવર-કિડની ફેલ્યોરનો ખતરો છે, જેથી તેના માટે ગાઇડલાઇન બહાર પાડવી જોઈએ.

પોલીસે કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, આ કંપનીમાં આ ઇન્જેક્શન સ્ટોકિસ્ટ છે. જે હોલસેલમાં ઇન્જેક્શન આપી શકે છે. તેણે આજે કેટલાક રીટેઇલ ઇન્જેક્શન પણ વેચ્યા છે. જે અંગે હજી સ્થાનિક પોલીસ દ્વારા તેની ગણતરી હાથ ધરવામાં આવશે. બીજી તરફ તેની પાસે રિટેઇલનું લાઇસન્સ છે કે કેમ તેની પણ તપાસ હવે પોલીસ કરી રહી હોવાનું ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું.

(10:39 pm IST)