ગુજરાત
News of Saturday, 13th April 2019

અમદાવાદમાં પાથરણા વાળાઓએ હાથમાં રોટલી અને ગુલાબ લઈ રસ્તા પર ઉતર્યા

કથિત કનડગત સામે પાથરણાવાળાઓએ પોલીસની સામે વિરોધ વ્યક્ત કર્યો

અમદાવાદમાં પાથરણાવાળાઓએ પોલીસને ગુલાબ અને રોટલી બતાવી પોતાની વેદના વ્યક્ત કરી હતી. પોલીસ દ્વારા પાથરણાવાળાઓને રસ્તા પર બેસવા ન દેવામાં આવતા તેમણે શાંતિપૂર્ણ રીતે હાથમાં ગુલાબ અને રોટલી લઈને રેલી કાઢી વિરોધ પ્રદર્શન કર્યું હતું.

  જાણવા મળ્યા મુજબ  અમદાવાદના લાલદરવાજાથી લઈને વીજળી ઘર સુધીના વિસ્તારમાં પાથરણાવાળાઓને ન બેસવા દેવામાં આવતા પાથરણાવાળાઓએ પોલીસની સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. પાથરણાવાળાઓએ પોલીસ સ્ટેશનની બહાર એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પાથરણાવાળાઓએ પોલીસ પર આક્ષેપો કર્યા છે કે, કારંજ DCP દ્વારા તેમની સાથે દાદાગીરી કરવામાં આવે છે અને તેમની પાસેથી હપ્તા પણ લેવામાં આવે છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી રસ્તા પર ન બેસવા દેવાના કારણે પાથરણાવાળાઓએ DCPને રોટલી, ગુલાબ અને આવેદન પત્ર આપીને આ બાબતે રજૂઆત કરી હતી.

(2:32 pm IST)