ગુજરાત
News of Tuesday, 13th March 2018

વિદ્યાનગરની જીસેટ કોલેજનો વિદ્યાર્થી વિરાજ મિસ્ત્રી રાષ્ટ્રીયસ્તરે ઝળક્યો :વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટલ સ્પર્ધામા દ્વિતીય સ્થાને

વિદ્યાનગરની જીસેટ કોલેજનો વિધાર્થી વિરાજ મિસ્ત્રી રાષ્ટ્રીય સ્તરે ઝળક્યો છે તાજેતરમાં રાંચી યુનિવર્સિટી, ઝારખંડ ખાતે એસોસિએશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીઝ (એઆઈયુ)ના સહયોગથી ૩૩મો ઈન્ટર યુનિવર્સિટી નેશનલ યુથ ફેસ્ટીવલ યોજાયો હતો જેમાં જી.એચ. પટેલ કોલેજ ઓફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજીના મિકેનિકલ એન્જિનિયરીંગના છેલ્લાં વર્ષના વિદ્યાર્થી વિરાજ મિસ્ત્રીને ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વિરાજે વેસ્ટર્ન ઈન્સ્ટુમેન્ટલ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને જીસેટ કોલેજ તથા જીટીયુને ગૌરવ અપાવ્યું હતું

   પહેલા વિરાજે જીટીયુના વિદ્યાનગર ઝોન યુથ ફેસ્ટીવલ તથા ઈન્ટર ઝોનલ યુથ ફેસ્ટીવલ અને વેસ્ટર્ન ઈન્સ્ટ્રુમેન્ટલ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ઉપરાંત એમ.એલ. સુખડીયા યુનિવર્સિટી, ઉદયપુર ખાતે યોજાયેલ વેસ્ટ ઝોન ઈન્ટર યુનિવર્સિટી યુથ ફેસ્ટિવલમાં પણ વેસ્ટર્ન ઈન્સ્ટ્રુમેન્ટલ સ્પર્ધામાં અદ્ભુત ગિટાર વાદન કરીને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. વિરાજની ઉપરોક્ત સિદ્ઘિ બદલ સંસ્થાના આચાર્ય ડો. હિમાંશુ સોનીએ અભિનંદન આપ્યા હતાં તથા સિદ્ઘિને ધ્યાનમાં લઈને ચારૂતર વિદ્યામંડળ દ્વારા વિરાજ મિસ્ત્રીને વિદ્યાનગર દિન નિમિત્તે ગૌરવ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો હતો.

(11:09 pm IST)