ગુજરાત
News of Tuesday, 13th March 2018

રાજ્યભરમાં બપોરમાં તીવ્ર ગરમીનો અનુભવ

પારો પણ સતત વધી રહ્યો છે

અમદાવાદ,તા. ૧૩ : અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીની સિઝન વધુ તીવ્ર બની રહી છે. બપોરના ગાળામાં તીવ્ર તાપનો અનુભવ થવા લાગી ગયો છે. આજે બપોરે પણ આવી જ સ્થિતિ રહી હતી. આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઇ વધારે ફેરફાર થવાની શક્યતા નથી. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૫.૨ અને લઘુત્તમ તાપમાન ૧૮.૫ ડિગ્રી રહ્યું હતું. જ્યારે રાજ્યમાં સૌથી વધારે ગરમીનો અનુભવ મહુવામાં થયો હતો જ્યા પારો ૩૭.૬ સુધી પહોંચ્યો હતો.

સ્થળ.......................................... તાપમાન (મહત્તમ)

અમદાવાદ..................................................... ૩૫.૨

ડિસા................................................................. ૩૫

ગાંધીનગર.................................................... ૩૪.૮

વીવી નગર................................................... ૩૫.૮

વડોદરા............................................................ ૩૬

સુરત............................................................ ૩૭.૨

વલસાડ........................................................ ૩૫.૪

અમરેલી........................................................ ૩૬.૨

ભાવનગર..................................................... ૩૫.૯

પોરબંદર.......................................................... ૩૪

રાજકોટ......................................................... ૩૫.૭

સુરેન્દ્રનગર.................................................... ૩૫.૭

ભુજ.............................................................. ૩૪.૬

નલિયા............................................................. ૩૨

કંડલા એરપોર્ટ................................................... ૩૭

કંડલા પોર્ટ..................................................... ૩૬.૩

મહુવા........................................................... ૩૭.૬

 

(10:54 pm IST)