ગુજરાત
News of Tuesday, 13th March 2018

બોરસદ પાલિકાનું 1,69 લાખની પુરાંતવાળું બજેટ મંજુર

બેઠકમાં ૧ કામ મુલત્વી રખાયું હતું અને ૧૯ કામો મંજૂર કરવામાં આવ્યા હતા

બોરસદ નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ અંજનાબેન પટેલના અધ્યક્ષસ્થાને અને ઉપપ્રમુખ યુસુફબેગ મીરઝા અને ચીફ ઓફિસર એન.સી.બારોટની ઉપસ્થિતિમાં પાલિકાના સભાખંડમાં યોજાઇ હતી.બેઠકમાં એજન્ડાના ૧પ અને પ વધારાના કામો રજૂ થતા ૧ કામ મુલત્વી રખાયું હતું અને ૧૯ કામો મંજૂર કરાયા હતા બેઠકમાં ૧ સભ્યએ રજા મૂકી હતી, ર ગેરહાજર અને ૩૩ સભ્યો હાજર રહ્યા હતા. 

  સામાન્ય સભામાં પ્રમુખ અંજનાબેન પટેલે પાલિકાનું ૧.૬૯ લાખની પુરાંત દર્શાવતું વાર્ષિક બજેટ રજૂ કર્યુ હતું. ઉપરાંત ગત વર્ષનું રીવાઇઝડ બજેટ પણ મંજૂર કરવામાં આવ્યું હતું. વધુમાં નાણાં પંચની ગ્રાન્ટના બીજા હપ્તાના ૧.૮ર કરોડના વિકાસ કામો નકકી કરવા, લાયન્સ કલબ દ્વારા રમતગમતના સાધનો મૂકવા અને બગીચામાં રોટરી કલબના નામે પ્રવેશદ્વાર બનાવવા સહિતના કામો મંજૂર કરાયા હતા. 

   બેઠકમાં વર્ષ ર૦૧૭-૧૮ના રીવાઇઝડ બજેટમાં અંદાજી આવક ર૧.૮૬ કરોડ સામે અંદાજી ખર્ચ ૧૪.૮૪ કરોડ દર્શાવીને ૭.૦૧ કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરાયું હતું. જયારે વર્ષ ર૦૧૮-૧૯ના અંદાજપત્રમાં કુલ આવક ર૧.ર૦ કરોડ સામે ર૧.૧૯ કરોડ ખર્ચના અંદાજ સાથે ૧.૬૯ લાખની પુરાંત દર્શાવવામાં આવી હતી.એજન્ડાના કામમાં વાસણા-બોરસદની તવકકલ કો.હા.સોસાયટીમાં ડ્રેનેજ લાઇનની સુવિધા આપવાના કામને મુલત્વી રાખવામાં આવ્યું હતું. સભાનું સંચાલન ઐયુબખાન પઠાણ અને મુન્નાભાઇએ કર્યુ હતું.

(11:10 pm IST)