ગુજરાત
News of Tuesday, 13th March 2018

ઓલપાડના નરથાણ ગામે નવજાતને મૃત માની દફનાવાય તે પહેલા 108ની ટીમે પ્રાણ ફૂક્યા :થોડા કલાકોમાં સારવાર દરમિયાન મોત

સુરતના ઓલપાડના નરથાણ ગામે એક નવજાતને મૃત માનીને દફનાવાયા તે પહેલા 108ની ટીમ પહોચી હતી અને નવજાતમાં પ્રાણ ફૂક્યા હતા પરંતુ થોડા કલાકો બાદ સારવાર કારગત નહીં નીવડતા નવજાતનું મોત નીપજ્યું હતું આમ કે પરિવારની ખુશી બાદ ફરીવાર માતમ છવાયો હતો
  ઓલપાડના નરથાણ ગામે મજૂરીકામ કરતી મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. એકાદ દિવસ સુદી નવજાતમાં કોઈ જ જાતની એક્ટિવિટી કે હલનચલન ન દેખાતાં પરિવારે બાળક મૃત હોવાનું માનીને દફનાવવાની તૈયારી કરી દીધી હતી. આ દરમિયાન 108ની ટીમને ફોન કરાતાં ઈએમટી અને પાયલોટે વાપરેલી સુઝબુઝથી નવજાતમાં ફરી પ્રાણ ફુંકાયા હતા. જોકે, થોડા કલાકોમાં નવજાત બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

(11:03 pm IST)