ગુજરાત
News of Tuesday, 13th March 2018

વલસાડના ટુકવાડા ગામના જંગલની જમીનમાં આગ ભભૂકી

ટુકવાડા ગામમાં ભગત ફળીયામાં ફોરેસ્ટની જમીનમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ

વલસાડ જિલ્લાના ટુકવાડા ગામમાં જંગલની જમીનમાં અચાનક આગ લગતા ભાગદોડ મચી ગઈ છે. ઘટનાની જાણ થતા ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી ગયા છે. અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આગ લાગવા પાછળનું કારણ હાલ જાણી શકાયું નથી
  મળતી વિગત મુજબ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ટુકવાડા ગામમાં આવેલા ભગત ફળીયામાં ફોરેસ્ટની જમીનમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડનો માહોલ સર્જાયો છે. ફોરેસ્ટની જમીનમાં આગ લાગવાની જાણ થતા ફાયર ફાયટર દોડી ગયા હતા .

(10:48 pm IST)