ગુજરાત
News of Tuesday, 13th March 2018

દાવલીયાપુરામાં રેલવે ફાટક નજીક પોલીસે ધમધમતા જુગારધામ પર દરોડા પાડી 9શકુનિઓને રંગે હાથે દબોચ્યા

નડિયાદ: ટાઉન સર્વેલન્સ ટીમે શહેરના દાવલીયાપુરા વિસ્તારમાં રેઈડ કરી જુગાર રમતાં ઈસમોને ઝડપી પાડ્યાં હતાં. પોલીસે જુગાર રમવાના સાધનો તથા રોકડા રૂ.૧૧,૭૯૦ કબ્જે કર્યાં હતાં.
નડિયાદ ટાઉન સર્વેલન્સ પોલીસની ટીમે નડિયાદ મોટી નહેર દાવલીયાપુરા વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર રેઈડ કરતાં પત્તાપાનાનો જુગાર રમતા હર્ષદભાઈ કેશવલાલ કડિયા તથા બીજા પાંચ શખ્સો ઝડપાઈ જવા પામ્યા હતા ઈસમોની અંગજડતીમાં રૂ.૧૦૦૭૦ તથા દાવ ઉપરના કુલ રૂ.૧૭૨૦ મળી કુલ રૂ. ૧૧૭૯૦ તથા જુગાર રમવાના સાધનો કબ્જે કર્યા હતાં. બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
ઉપરાંત અમદાવાદ આર. આર. સેલે નડિયાદ વિઠ્ઠલ કન્યા વિધાલય રોડ-પેટલાદ રેલ્વે ફાટક પાસે ચાલતા જુગાર ઉપર રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન પોલીસે પત્તાપાનાનો હારજીતનો જુગાર રમતા વિજયભાઈ કનુભાઈ તળપદા તથા અન્ય બે ઈસમોને ઝડપી પાડ્યાં હતાં. ઈસમોની અંગજડતીમાં રોકડા રૂ.૯૯૫૦ તથા દાવ ઉપર લગાવેલ રૂ. ૧૮૦૦ રોકડા મળી કુલ રૂ.૧૧૭૫૦ તથા જુગાર રમવાના સાધનો કબ્જે કર્યાં હતાં.

(6:15 pm IST)