ગુજરાત
News of Tuesday, 13th March 2018

કંબોલા પાસે નર્મદાની કેનાલમાં ગાબડું પડતા આજુબાજુના ખેતરમાં પાણી ઘુસતા ખેડૂતોને હાલાકી

વડોદરાઃ કરજણ પાસેના કંબોલા ગામ પાસે નર્મદાની મિયાગામ માઇનોર કેનાલમાં સોમવારના રોજ સવારે ગાબડું પડતાં આજુબાજુના ખેતરોમાં પાણી ઘૂસી ગયાં હતાં. જેના કારણે હજારો ગેલન પાણી વહી ગયું હતું અને ખેતરોના ઉભા પાકને નુકશાન થયું હતું.

નર્મદામાં પાણી હોવાથી બોરના તળિયા વધુ ઊંડાં જઈ રહ્યાં છે. જેમાં સાવલી અને ડેસર તાલુકાઓની હાલત ચિંતાજનક છે. જાન્યુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં હેન્ડપંપ ખોટકાવાની 78 ફરિયાદો આવી હતી.

વડોદરા શહેર-જિલ્લામાં ઉનાળા દરમિયાન સર્જાતી પાણી અને ઘાસચારાની અછત મુદ્દે કલેક્ટર દ્વારા સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે મીટિંગ યોજી હતી. જેમાં કલેક્ટર દ્વારાજળ બચતનો પ્રચાર કરવાની ઝુંબેશ શરૂ કરવા માટે સૂચના પણ આપી છે. બીજી તરફ છેવાડાનાં ગામોમાં હેન્ડપંપથી પાણી મળી રહે તે માટે 4 ટીમોને કામે લગાવી છે. કલેક્ટર કચેરીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, જિલ્લાના 100 થી વધારે હેન્ડપંપો ખોટકાયેલી હાલતમાં છે,જેનું તાત્કાલિક રિપેરિંગ કરવા આદેશ કરાયો છે.

(6:14 pm IST)