ગુજરાત
News of Tuesday, 13th March 2018

ઝાલોદ: ઘાવડીયા ચેક પોસ્ટ નજીક ટ્રક-બોલેરો વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં 3 મહિલા સહીત 4 મોતને ભેટી

ઝાલોદ: ઝાલોદ નગર નજીક ધાવડિયા ચેકપોસ્ટ નજીક રાત્રે ટ્રક અને બોલેરો વચ્ચે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં રાજસ્થાનના ચાર વ્યક્તિના મોત થયા હતાં. ઉપરાંત સાત લોકો ઘાયલ થઇ ગયા હતાં. ચોસાલા સ્થિત સદગુરુ ફાઉન્ડેશનમાંથી ટ્રેનિંગ પતાવીને પરત જતી વેળા અકસ્માત સર્જાયો હતો. ઘટના અંગે પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

રાજસ્થાનના વિવિધ ગામના લોકો ચોસાલા ખાતે સદગુરુ ફાઉન્ડેશનમાં ટ્રેનિંગ માટે આવ્યા હતાં. તેઓ ટ્રેનિંગ પતાવીને જીજે-9-બીડી-121નંબરની બોલેરો જીપમાં પોતાના ઘરે પરત જઇ રહ્યા હતાં. ત્યારે રાતના દસેક વાગ્યાના અરસામાં ઝાલોદ નગર નજીક આવેલી ધાવડિયા ચેકપોસ્ટ પાસે રાજસ્થાન તરફથી પુરપાટ આવતી આરજે-27--3797 નંબરની ટ્રકે બોલેરો જીપને અડફેટમાં લીધી હતી.

(6:13 pm IST)