ગુજરાત
News of Tuesday, 13th March 2018

સુરતના હજીરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી

સુરતઃ હજીરા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગ પર કાબુ મેળવવા માટે રિલાયન્સ અને નજીકની કંપનીઓના ફાયરબ્રિગેડ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે. જો કે, પ્રચંડ આગ પર કાબુ મેળવતાં પાંચેક કલાક લાગે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે.

હજીરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. એકાએક ફાટી નીકળેલી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી આગ પર કાબુ મેળવવા માટે રિલાયન્સ અને આસપાસમાં આવેલી મોટી કંપનીના ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી.જેમાં આગ પર કાબુ મેળવવા ફાયરબ્રિગેડના જવાનો દ્વારા ફોમનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. જો કે, આગ વિકરાળ હોવાથી પાંચેક કલાકે કાબુ મેળવાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે.

(6:13 pm IST)