ગુજરાત
News of Tuesday, 13th March 2018

બારડોલી નજીકના અસ્‍તાન ગામે પ૦ વર્ષ જુના સોનાના ૨૦ તોલા દાગીનાની ચોરીઃ પોલીસે ઘરેણાંની કિંમત રૂ.૨૭પ૦ ગણતા આશ્ચર્ય

બારડોલીઃ નજીકના અસ્‍તાન ગામે પ૦ વર્ષ જુના ૨૦ તોલા દાગીનાની ચોરી થતા આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ પોલીસે આ દાગીનાની કિંમત માત્ર રૂૂ.૨૭પ૦ ગણતા ભારે આશ્ચર્ય ફેલાયું છે.

અસ્તાન ગામ ખાતે રેલવે ટ્રેકની સામે અસ્તાન જીનની ચાલમાં રૃપચંદ મદનભાઈ પ્રજાપતિ પત્ની અનીતા સહિત પરિવાર સાથે રહે છે. મદનલાલ પ્રજાપતિ બંગલામાં નીચેના રૃમમાં ઉંઘે છે જ્યારે રૃપચંદ પોતાની પત્ની અને બાળકો સાથે પ્રથમ માળે ઉંઘે છે. તા. ૫-૩-૧૮ ના રોજ મદનલાલ પોતાના રૃમની તમામ બારીઓની લોખંડની ગ્રીલ બંધ કરી દરવાજાને તાળુ મારી વતન રાજસ્થાન ગયા હતા. જ્યારે રૃપચંદ પ્રજાપતિ નિત્યક્રમ મુજબ દિવસભર બારડોલી નગરમાં પોતાની દુકાન ભવાની સેનેટરીમાં બેસે છે.

રવિવારે આખો દિવસ ઘરે રહ્યા બાદ રાત્રે ૮ વાગ્યે રૃપચંદ પત્ની અને બાળકો સાથે પ્રથમ માળે બેડરૃમમાં ઉંઘી ગયા હતા. આજે સવારે અનીતા ઘરની સફાઈ કરતી હતી. ત્યારે મદનલાલના રૃમની બહારની ગેલેરી તરફની બારીની ગ્રીલના સ્ક્રુ નીચે પડેલા હતા. જેથી અનીતાએ પતિ રૃપચંદને જાણ કરતા સોસાયટીના રહીશો પણ ભેગા થતા બારીની ગ્રીલ પકડીને જોતા તસ્કરોએ રાત્રે લોખંડની ગ્રીલના તમામ સ્ક્રુ કાઢી નાંખીને રૃમમાં પ્રવેશ કર્યો હતો.

તસ્કરોએ રૃમમાં મુકેલા કબાટ અને લોખંડની બેગ સહિતની તોડફોડ કરી સામાન વેરવિખેર કરી પાંચ તોલા સોનાનો સેટ, સાત તોલાની ગીની, પાંચ તોલાની બંગડી, સિમેન્ટ કંપનીના ૨૫૦ ગ્રામના સોનાના સિક્કા મળી ૨૦ તોલા દાગીના તેમજ રોકડા રૃા. ,૫૦,૦૦૦ ની મત્તા ચોરી ગયા હતા. પોલીસે ૫૦ વર્ષ જુના સોનાના ઘરેણાની કિંમત માત્ર રૃ. ૨,૭૫૦ ગણી છે. રાજસ્થાન ગયેલા મદનલાલ વતનથી પરત આવ્યા બાદ સિમેન્ટ કંપની તરફથી દર વર્ષે મળતા ૨૫૦ ગ્રામ ગોલ્ડના સિક્કા સહિતના અન્ય દાગીના અંગે જાણી શકાશે.

(4:52 pm IST)