ગુજરાત
News of Tuesday, 13th March 2018

અન્ય બોર્ડ - નિગમો પાછળ કરોડોનો ખર્ચ પણ વકફ બોર્ડને સરકારે એક પૈસો પણ ન આપ્યો

લાંબા સમયથી બોર્ડના ચેરમેન સહિતની નિમણુંકોનો મુદ્દો ગૃહમાં ઉઠાવતા ૧૫ દિ'માં ઉકેલની આશા

ગાંધીનગર,તા.૧૩ : ગુજરાત સરકારના મોટાભાગના બોર્ડ-નિગમોના વહીવટ માટેસરકારને કરોડો રૂપિયાનું ભંડોફ્ર આપવું પડતું હોય છે.

જયારે મુસ્લિમ સમાજનીઐતિહાસિક સહિતની વિવિધધા'મક (મસ્જિદ-દરગાહ)સહિતની મિલકતોનો વહીવટકરવા માટે રચાયેલા વકફબોર્ડના તંત્ર માટે ગુજરાતનીભાજપ સરકાર ફદિયું ય ફાળવતી નથી. રાજયમાં કરોડોરૂપિયાની વકફની વર્ષો જૂનીમિલકતોના વહીવટ થકી તેનીઆવકનો હિસ્સો વસૂલતી આસરકાર આ મિલકતોનાડેવલપમેન્ટ સહિતની વિવિધકામગીરી માટે છેલ્લા બે વર્ષમાંરૂપિયો પણ ભાજપ સરકારે ફાળવ્યો નથી તેવી હકીકતબહાર આવતા આશ્ચર્ય ફેલાવવા સાથે ભાજપ સરકારની નીતિ સામે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. એટલું જ નહીં વકફ બોર્ડમાં ઘણાસમયથી બોર્ડનું જ અસ્તિત્વ નહોઈ તે અંગે રજૂઆતો બાદહાઈકોર્ટનો ઓર્ડર હોવા છતાંહજુ સુધી સરકાર દ્વારા નવા બોર્ડ (સમિતિ)નું ગઠન કરવામાંન આવતા તેનો મુદ્દો પણ વિધાનસભામાં ઉઠાવાયો હતો.

વિધાનસભાના બજેટ સત્રમાં આજે કોંગ્રેસનાધારાસભ્ય ઈમરાન ખેડાવાલા દ્વારા વકફ બોર્ડ અંગે છેલ્લા બે વર્ષમાંગુજરાત વકફ બોર્ડને સરકાર દ્વારા કેટલી રકમ ફાળવવામાંઆવી તે અંગેના પ્રશ્નનાજવાબમાં કાયદા મંત્રીએ જણાવ્યું હતું કે કોઈ રકમ ફાફ્રવવામાં આવી નથી.

વકફ બોર્ડના ચેરમેન સહિતનું બોર્ડ(સમિતિ)ની અગાઉ મુદ્દત પૂર્ણ થતા વિખેરાઈ ગયા બાદ ઘણોલાંબો સમય થવા છતાં હજુ નવું બોર્ડ બનાવવામાં આવ્યુંનથી. આ અંગે અગાઉવારંવાર રજૂઆત છતાં ઉકેલના આવતા હાઈકોર્ટમાં રિટકરાઈ હતી. જેમાં હાઈકોર્ટેપણ તાકીદના સમયમાં નવાબોર્ડની રચના કરવાનોઆદેશ કર્યો હોવા છતાં હજુ સુધી તેની રચના કરાઈ નહોવાનો મુદ્દો પણ આજેઉપસ્થિત કરાતા તેના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતુંકે, આગામી ૧પ દિવસમાંનિમણૂકો કરીને બોર્ડને કાર્યરતકરવામાં આવશે. આ ઉપરાંતબોર્ડમાં મંજૂર મહેકમ સામે હજુજગ્યાઓ ખાલી હોવાનીબાબતે પણ મંત્રીએ આગામીસમયમાં તે માટે તજવીજ હાથધરવાનો જવાબ વાળ્યો હતો.

(3:47 pm IST)