ગુજરાત
News of Tuesday, 13th March 2018

ઇવીએમ એટલે દરેક વોટ મોદી માટેઃ વિધાનસભામાં પ્રદીપસિંહ જાડેજાએ નવો અર્થ સમજાવ્યો

ગાંધીનગરઃ ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ ઈવીએમનો એક નવો અર્થ સમજાવ્યો છે. મોદી માટે દરેક વોટ (Each vote for modi) જણાવ્યુ છે. જાડેજાનું માનવુ છે કે ગુજરાતની જનતા EVMનો આ અર્થ જાણે છે અને આજ કારણોસર તેમણે ભાજપને વોટ આપ્યો છે. જાડેજાએ ગુજરાતના ચૂંટણી પંચ અને માહિતી પ્રસારણ વિભાગના મતદાતાઓની વચ્ચે જાગૃતતા ફેલાવવા માટે વખાણ પણ કર્યા છે. પ્રદીપ સિંહ જાડેજાએ સોમવારે વિધાનસભામાં માહિતી અને પ્રસારણ વિભાગની 126 કરોડ રૂપિયાના બજેટની માંગણી વિશે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે જ્યારે તમામ લોકો દેશ વિદેશોમાં ગુજરાતને બદનામ કરવામાં લાગેલા હતા ત્યારે માહિતી વિભાગ સમગ્ર રાજનીતિ વિરુદ્ધ વિકાસનો સંદેશ ફેલાવી રહ્યો હતા. 

ગુજરાતને નંબર વન બનાવવામાં માહિતી વિભાગનો મોટુ યોગદાન છે. કળયુગમાં માત્ર સારા થવુ પૂરતુ નથી પરંતુ સારુ કામ કરીને તેને બધાની સામે લાવવું પણ જરૂરી છે. વિભાગે લોકો વચ્ચે જાગૃતતા ફેલાવવા માટે પણ ઘણુ બધુ કર્યું છે અમે સૌએ બધાનું સારુ પરિણામ જોયુ છે. જોકે ઈવીએમ અને વીવીપેટને લઈને વિપક્ષે ઘણા પ્રશ્ન પણ ઉઠાવ્યા પરંતુ વિભાગે લોકોની વચ્ચે જાગૃતતા ફેલાવવા માટે સફળતા મેળવી છે. જાડેજાએ એક બાદ એક વિભાગના વખાણોના પુલ બાંધતા કહ્યું કે બજેટ નાનું હોય તો પણ માહિતી વિભાગે સમગ્ર દુનિયાની સામે ગુજરાતની ઘણી બ્રાન્ડ ઈમેજ તૈયાર કરી છે. જાડેજાએ વિપક્ષ પર પણ નિશાન સાધ્યુ છે. કોંગ્રેસ નેતા મંદિરોમાં માત્ર તસવીરો ખેંચાવવા માટે જાય છે. જનતાએ ભાજપ અને કોંગ્રેસને ઓળખી લીધી છે. આ કારણથી છેલ્લા 22 વર્ષોમાં ભાજપને સત્તામાં લાવી રહ્યા છે.

(5:22 pm IST)