ગુજરાત
News of Tuesday, 13th March 2018

ડિફોલ્ટરો સામે ક્રિમીનલ ઓફેન્સ દાખલ કરોઃ ૨૧મીએ સંસદમાં ધરણા- દેખાવોઃ સહી ઝુંબેશ

બેંકોની ખાનગીકરણ સહિતના મુદ્દે અમદાવાદમાં બેઠક મળી : દેશભરના બેંક કર્મચારીઓની સહિ ઝુંબેશઃ ૩ એપ્રિલે માસ પીટીશન

અમદાવાદઃ દેશની બેંકોમાં વધતા જતાં ચિંતાજનક એનપીએ (નોન પરફોર્મિંગ એસેટ્સ) કેન્દ્ર સરકારના વિવાદિત એફઆરડીઆઈ બીલના વિરોધના, બેકીંગ લો માં સુધારો કરવા અને દેશની જાહેરક્ષેત્રની બેંકોના ખાનગીકરણની હિલચાલના વિરોધ સહિતના સંવેદનશીલ મુદ્દે અમદાવાદ શહેરમાં મહાગુજરાત બેંક એમ્પ્લોઈઝ એસોસીએશનની બે દિવસીય બેંક એમ્પલોઈઝ એસોસીએશનના જનરલ સેક્રેટરી સી.એચ. વેંકટચેલ હાજરી આપી હતી. બેકિંગ ક્ષેત્રના નિષ્ણાત અને ખૂબ અનુભવી એવા વેંકટચેલ અમદાવાદમાં બેકિંગમાં લોમાં તાત્કાલિક અસરથી સુધારો કરી પંજાબ નેશનલ બેંકના નિરવ મોદી, મેહુલ ચોકસી, કિંગફિસર વિજય માલ્યા સહિતના મોટા અને ઈરાદાપૂર્વક લોન ભરપાઈ નહીં કરતાં ડિફોલ્ટરો વિરૂધ્ધ ક્રિમીનલ ઓફેન્સ દાખલ કરવા મહત્વની માંગણી કરી હતી.

દેશમાં હાલ ૯૦૦૦ જેટલા વીલકુલ ડિફોલ્ટરો છે અને તેથી તેઓની વિરૂધ્ધ સરકારે ક્રિમીનલ ઓફેન્સની રાહે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. બેકિંગ સેકટરની આ માંગણીઓ સાથે ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસીએશન દ્વારા તા.૨૧મી માર્ચે નવી દિલ્હી સંસદ ખાતે ધરણાં અને દેખાવાંનું આયોજન કરાયું છે. તો દેશભરની બેંકોના કર્મચારીઓની સહી ઝુંબેશ સાથે તા.૩જી એપ્રિલના રોજ એક માસ પિટિશન લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજનને સુપ્રત કરવામાં આવશે. ત્યારબાદ એસોસીએશન દ્વારા રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમો અને આંદોલનોની રૂપરેખા જાહેર કરવામાં આવશે.

(3:36 pm IST)