ગુજરાત
News of Tuesday, 13th March 2018

એસ.એસ.ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કન્સલ્ટન્ટ્સ લિ.નેશનલ સ્ટોક એકસચેન્જ ઈન્ડિયા લિ.ના ઈમર્જ પ્લેટફોર્મ માટેનો આઈપીઓ માર્ચમાં

અમદાવાદઃ એસ.એસ. ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કન્સલ્ટન્ટ્સ લિમિટેડ જે એન્જિનિયરિંગ કન્સલ્ટન્સીના વેપારમાં પ્રવૃત છે અને એક ઈન્ડિગ્રેટેડ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ સોલ્યુશન પ્રોવાઈડર છે, તે તેનું પ્રારંભિક ભરણું માર્ચમાં નેશનલ સ્ટોક એકસચેન્જ ઓફ ઈન્ડિયા લિમીટેડના ઈમર્જ પ્લેટફોર્મ પર લાવશે. ઓફરમાં કંપનીના રૂ.૧૦ની મુળ કિંમતના ૪૨,૮૦,૦૦૦ ઈકિવટી શેરોનું જાહેર ભરણું છે. કંપની આઈપીઓ પૂર્વે ૫,૦૦,૦૦૦ જેટલા ઈકિવટી શેર્સ અને રૂ.૨૫૦ લાખ જેટલું ભંડોળ એકત્રિત કરતું પ્લેસમેન્ટ ચોકકસ રોકાણકારોને કરવાની વિચારણા કરી રહી છે.

ઈશ્યુ પછીની પેઈડ અપ ઈકિવટી કેપિટલના લઘુતમ ૨૫ ટકા ઈકિવટી શેર કેપિટલ જાહેર જનતાને ઓફર કરવામાં આવે. પ્રત્યેક ઈકિવટી શેરની મૂળ કિંમત રૂ.૧૦ છે. ભરણાના બુક રનિંગ લીડ મેનેજર પેન્ટોમેથ કેપિટલ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ છે અને ઈશ્યુના રજિસ્ટ્રાર બિગ શેર સર્વિસીઝ પ્રાઈવેટ લિમીટેડ છે.

(3:36 pm IST)