ગુજરાત
News of Tuesday, 13th March 2018

'ટાઈગર ઝીંદા હૈ'નો ૧૮મીએ સોની મેકસમાં પ્રિમીયર

 અમદાવાદ, તા.૧૩: સિલ્વર સ્ક્રીન પર રેકોર્ડ તોડી નાખ્યા બાદ બ્લોક બસ્ટર ફિલ્મ 'ટાઈગર ઝિન્દા હૈ' હવે સોની પિકચર્સ નેટવર્કની લીડિંગ હિન્દી મુવી ચેનલ સોની મેકસ પર આવી રહી છે. જેનું વર્લ્ડ ટેલિવિઝન પ્રિમીયર રવિવારે આવી રહી છે. જેનું વર્લ્ડ ૧ કલાકે થશે. અલી અબ્બાસ ઝફર દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં સુપરહીટ લીડ પ્લેયર્સ સલમાન ખાન અને કેટરીના કૈફની લોકપ્રિય જોડી ફરીથી પડદા પર જોવા મળશે. તેમની સાથે સપોર્ટિંગ કાસ્ટના કલાકાર પરેશ રાવલ, કુમુદ મિશ્રા, અંગદ બેદી અને ઈરાની એકટર સજ્જાદ દેલોજ પણ ઓછા પ્રખ્યાત નથી.

(3:34 pm IST)