ગુજરાત
News of Tuesday, 13th March 2018

રાજ્યના 16,74 લાખ ખેડૂત કુટુંબો માથે લોનનું કરજ :ખેડૂતોનું માથાદીઠ 38100 રૂપિયાનું દેવું :સરેરાશ માસિક આવક રૂ,7926

દેવાગ્રસ્ત હોવાના મામલે દેશમાં 14માં ક્રમે અને માસિક આવકમાં રાષ્ટ્રીય સ્તરે 12માં સ્થાને

 

ગાંધીનગર:રાજ્યના ગામડાઓમાં રહેતા અંદાજે ૫૮.૭૧ લાખ કુટુંબોમાંથી ખેતી સાથે સંકળાયેલા ૩૯.૩૦ લાખ કુટુંબો છે.જેમાંથી 16,74 લાખ ખેડૂત કુટુંબોએ ખેતી માટે લોન લેતા રાજ્યમાં કુલ ૪૨. ટકા ખેડૂત કુટુંબો દેવાગ્રસ્ત સાથે દેશમાં ૧૪માં નંબરે છે દેવાગ્રસ્ત ખેડૂતોનું સરેરાશ માથાદીઠ દેવું રૂપિયા ૩૮૧૦૦ હતું. ગુજરાતમાં ખેડૂત કુટુંબોની સરેરાશ માસિક આવક રૂપિયા ૭૯૨૬ છે. જે રાષ્ટ્રીય સ્તરે ૧૨માં ક્રમાંકે છે.

 રાજ્યના ગ્રામીણ વિસ્તારમાં રહેતા ૩૯.૯૦ લાખ જેટલા ખેડૂત કુટુંબ પૈકી ૧૬,૭૪,૩૦૦ ખેડૂત કુટુંબોએ લોન લેતા ૪૨. ટકા ખેડૂત કુટુંબો દેવાગ્રસ્ત છે. ખેડૂતો બીજ, ખાતર, કીટનાશક દવાઓ, ટ્રેક્ટર ભાડું, સિંચાઈ, વીજ બીલ વગેરે ખરીદવા મૂડી ખર્ચ, ધિરાણની સાથે કુટુંબની મહેનત, ખેતમજુરોની મજુરી, જમીન ભાડું તેમજ ભાગીયા પધ્ધતિના કારણે ઘણો ખર્ચ થાય છે. ખર્ચની સામે ઉપજના વ્યાજબી ભાવ નહિ મળતા તે દેવાગ્રસ્ત થાય છે. ગુજરાતમાં દેવાગ્રસ્ત ખેડૂતોનું સરેરાશ દેવું વર્ષ ૨૦૧૩માં ૩૮૧૦૦ રૂપિયા છે. જેમાં .૦૧ હેક્ટર કરતા ઓછી જમીન ધરાવતા ખેડૂત કુટુંબોને રૂપિયા ૬૯૦૦ દેવું છે. જ્યારે .૪૦ હેકટર સુધી જમીન ધરાવનારનું દેવું રૂપિયા ૧૨૦૦૦, હેકટર સુધીના જમીનધારકનું દેવું ૨૪,૭૦૦, ૧થિ હેકટર સુધીના જમીનધારકનું દેવું ૩૧ હજાર, ૨થી હેકટર જમીનધારક પર રૂપિયા ૮૨ હજાર તેમજ થી ૧૦ હેક્ટર જમીન ધરાવતા ખેડૂત કુટુંબનું દેવું .૧૪ લાખ જેટલું છે. દેશમાં સૌથી વધારે દેવામાં ફસાયેલા ખેડૂતો આંધ્રપ્રદેશના ૯૨. ટકા છે. પછી તેલેગાણાના ૮૯. ટકા, તામિલનાડુના ૮૨., કેરળના ૭૭., કર્નાટકના ૭૭., રાજસ્થાનના ૬૧., ઓડીસાના ૫૭., મહારાષ્ટ્રના ૫૭., પંજાબના ૫૩., બંગાળના ૫૧., ઉત્તરાન્ચલના ૫૦., મધ્યપ્રદેશના ૪૫. તેમજ ઉત્તરપ્રદેશના ૪૩. ટકા સાથે ગુજરાતના ખેડૂત કુટુંબો ૪૨. ટકા સાથે ૧૪માં નંબરે છે.

 રાજ્યના ખેડૂત કુટુંબોની સરેરાશ માસિક આવક રાષ્ટ્રીય સ્તરે ૧૨માં નંબરે રૂપિયા ૭૯૨૬ છે.જયારે સૌથી વધારે પંજાબમાં રૂપિયા ૧૮૦૫૯, હરિયાણામાં ૧૪૪૩૪, જમ્મુ અને કાશ્મીરમાં ૧૨૬૮૩, કેરળમાં ૧૧૮૮૮, મેઘાલયમાં ૧૧૭૯૨, અરુણાચલમાં ૧૦૮૬૯, નાગાલેંડમાં ૧૦૦૪૮, મિઝોરમમાં ૯૦૯૯, મણિપુરમાં ૮૮૪૨, કર્નાટકમાં ૮૮૩૨, હિમાચલ પ્રદેશમાં ૮૭૭૭, મહારાષ્ટ્રમાં ૭૩૮૬ ને રાજસ્થાનમાં ૭૩૫૦ રૂપિયાની આવક છે. રાજ્યમાં ખેડૂતોની આવક વધારવા માટે સિંચાઈ વ્યવસ્થાના વિસ્તરણ ઓપરેશનને ઝડપી બનાવવાની જરૂર છે.જયારે ખેડૂતોને તેમની ઉપજના પુરતા ભાવ મળે તે માટે સ્વામીનાથન સમિતિ ધ્વારા કરાયેલી ભલામણ પ્રમાણે ઉપજના કુલ ખર્ચ ઉપર ૫૦ ટકા રકમ વધારે આપવામાં આવે તો ખેડૂતો દેવામાંથી બહાર આવી શકે તેમ છે.

(9:30 am IST)