ગુજરાત
News of Tuesday, 13th March 2018

સુરતમાં પોલીસ હોવાનું કહીને સુરતની કતારગામની મહિલા સાથે બે શખ્શોએ દુષ્કર્મ આચર્યું ;ધમકી આપી 1,25 લાખ પણ વસૂલ્યા

ખોટા કેસમાં સંડોવી દેવા અને બદનામ કરવાની ધમકી અપાતા હતા:મહિલાએ હિંમત કરી ફરિયાદ નોંધાવતા તપાસ શરુ

 

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી મહિલા સાથે બે શખ્સોએ પોતે પોલીસ હોવાની ઓળખ આપી દુષ્કર્મ ગુજારાયુ હોવાની ફરિયાદ થતા ચકચાર મચી જવા પામી છે દુષ્ગર્મ ગુજાર્યા બાદ બન્ને આરોપીઓએ મહિલાને ખોટા કેસમાં સંડોવી દેવા અને બદનામ કરવાની ધમકી આપી હતી. જોકે મહિલાએ હિમ્મત કરીને અંગે બન્ને આરોપીઓ સામે ફરીયાદ નોંધાવતા કતારગામ પોલીસે બન્ને આરોપીઓને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

   મળતી માહિતી મુજબ, સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી મહિલાને પીન્ટુ ઉર્ફે પરેશ દામજી ગોહિલ (રહે.સંતકૃપા સોસાટી, પુણાગામ) અને વિનુ ભીખા બેલડીયા (રહે.અશોકવાટીકા, કાપોદ્રા) સાથે મળીને ફસાવી હતી. ગત ત્રીજી ફેબ્રુઆરીના રોજ બન્નેએ સવારના સાડા અગિયાર કલાકે મહિલાને ઘરે જઈ ઓળખીતા ભાણાભાઈએ મોકલ્યા હોવાનુ જણાવ્યુ હતું અને પોતે પોલીસ હોવાનુ કહી મહિલાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યુ હતુ. સાથે પોતે વરાછા પોલીસમાં હોવાથી તુ ખોટા ધંધા કરે છે કહી ધમકી આપી હતી.

 બન્ને આરોપીઓએ ત્યારબાદથી લઈ અત્યાર સુધી મહિલાને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાખ ૨૫ હજાર રૂપિયા વસુલ્યા હતા. મહિલાની ફરીયાદના આધારે કતારગામ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પિન્ટુ ગોહિલ અને વિનુ બેલડીયાને કાવતરુ રચી દુષ્કર્મ કરવાના આરોપમાં ઝડપી પાડ્યા હતા. સાથે બદનામ કરવાની ધમકી આપી રૂપિયા વસુલ્યા હોવાનુ પણ પોલીસે ફરીયાદમાં નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. સાથે પોલીસના નામે વધુ કોની કોની સાથે અત્યારા આર્યો હતો તે અંગે પણ તપાસ કરાઈ રહી છે

 

(9:30 am IST)