ગુજરાત
News of Tuesday, 13th March 2018

સ્‍ટાર્ટઅપે આપણી સિસ્ટમમાં રહેલા ગેપને ઓળખવો જોઇઅે અને પછી તેની આસપાસ પોતાનું બિઝનેસ મોડેલ ઉભુ કરવું જોઇઅે: કેન્‍દ્રીય વાણિજ્ય મંત્રી સુરેશ પ્રભુ અમદાવાદ-ગાંધીનગરની મુલાકાતે

ગાંધીનગરઃ કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન સુરેશ પ્રભુ રવિવારના દિવસે અમદાવાદ અને ગાંધિનગરની મુલાકાતે આવ્યા હતા. અહીં તેમણે એન્ટ્રપ્રેન્યોરશિપ ડેવલોપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા(EDII), નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન(NID)ની ગાંધીનગર અને ગુજરાત યુવિવર્સિટી ખાતે મુલાકાત લીધી હતી.

સુરેશ પ્રભુએ આ મુલાકાત દરમિયાન દેશના વિકાસમાં સહભાગી થાય તેવા નવા આઇડિયાઝને પ્રોત્સાહન આપવા સાથે MSME રીસર્ચ બ્લોકનું ખાતમુહૂર્ત અને ગ્લોબલ એન્ટ્રપ્રોન્યોરશિપ મોનિટર ઇન્ડિયા રીપોર્ટ 2016-17ને લોંચ કર્યો હતો. સુરેશ પ્રભુએ કહ્યું કે સ્ટાર્ટ અપે આપણી સીસ્ટમમાં રહેલા ગેપને ઓળખવો જોઈએ અને પછી તેની આસપાસ પોતાનું બિઝનેસ મોડેલ ઉભું કરવું જોઈએ.

EDII ખાતે પોતાના ભાષણમાં તેમણે કહ્યું કે, ‘ઉદ્યોગસાહસિકોએ પોતાનું ફોકસ રાબેતા મુજબની વસ્તુ નહીં પરંતુ નવી નવી કોઈ વિશેષ વસ્તુ અને પ્રોજેક્ટ તરફ રાખવું જોઈએ. સરકારની વેપારલક્ષી નીતિઓ, ફંડ માટે અનેક વિકલ્પો અને દરેક તબક્કે પૂરતો સપોર્ટ ભારતને એક ઉદ્યોગ સાહસિક દેશ બનાવવા માટે તક ઉભી કરે છે.

જ્યારે ગુજરાત યુનિવર્સિટી ખાતે તેમણે યુનિવર્સિટીની સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી લોંચ કરી હતી. આ તકે તેમની સાથે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર રહ્યા હતા. તેમણે ગુજરાત યુનિવર્સિટી એન્ટ્રપ્રેન્યોરશિપ કાઉન્સિલની જુદી જુદી કેટેગરીના વિજેતાઓને પારિતોષિક પણ એનાયત કર્યા હતા.

સુરેશ પ્રભુએ GUSECની મુલાકાત લઈ નવા ઇનોવેશનની માહિતી પણ મેળવી હતી. આ તકે પ્રભુએ કહ્યું કે, ‘ઇનોવેટીવ આઇડિયાઝના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે દેશની તમામ યુનિવર્સિટીઓ ઇનોવેશનનો સ્ત્રોત હોવી જોઈએ. તેમણે નોર્થ કેરોલિના રીસર્ચ ટ્રાયેંગલનું ઉદાહરણ પણ આપ્યું હતું કે જ્યાં ઉદ્યોગગૃહો, શૈક્ષણિક સંસ્થાઓ અને સરકાર ઇનોવેશન અને રીસર્ચ માટે એક ઈકોસીસ્ટમ તૈયાર કરવા માટે એક સાથે આવ્યા છે.

તેમણે GUESC મુલાકાત લઈને કહ્યું કે, ‘અહીં જોયેલા કેટલાક ઇનોવેશન તો જાણે કે સાયન્સ ફિક્શનની ફિલ્મમાંથી આવ્યા હોય તેવા લાગે છે. સાચે જ આજ રીતે દરેક ઇનોવેટર્સે આવતીકાલથી આગળના ભવિષ્યમાં જોવું જોઈએ. તેમણે આ માટે દિલ્હીમાં યોજાયેલ સોલાર એલાયન્સ સમિટનો ઉલ્લેખ પણ કર્યો હતો.

તેમણે યુનિવર્સિટીઝને કહ્યું કે, ‘યુનિવર્સિટીઝમાં મુક્ત વિચારની પ્રથા પાડવી જોઈએ. કેમ ફક્ત ડ્રોપઆઉટ્સ જ એક સક્સેસફૂલ એન્ટ્રપ્રોન્યોર બને છે. આ સવાલનો જવાબ આપણી એજ્યુકેશનલ સીસ્ટમ માટે એક ચેલેન્જ છે. આપણે આપણી એજ્યુકેશન સીસ્ટમને એ પ્રમાણેની બનાવી પડશે કે બધા લોકો આ દિશામાં વિચારતા થાય

(7:06 pm IST)