ગુજરાત
News of Wednesday, 13th February 2019

સુરત મનપાની ફાયર વિભાગની ટીમે અલઠાણ રોડ પર મોલની 134 દુકાનોને સીલ મારી દીધું :ફાયરના સાધનોનો હતો આભાવ

વેસુ આગ દુર્ઘટનાબાદ ફાયર વિભાગની લાલઆંખ :જીએસટી વિભાગની ઓફિસને સીલ નહિ મારતા લોકોમાં રોષ

 

સુરત મનપાની ફાયર વિભાગની ટીમ દ્વારા અલઠાણ રોડ પરના મોલની 134 દુકાનોને સીલ મારી દેવાયુ છે નોટિસ આપ્યા છતાં ફાયરના સાધનો મુકવામાં નહીં આવતા કાર્યવાહી કરાઈ હતી.

સુરતના વેસુ આગ દુર્ઘટના બાદ  મનપાની ફાયર વિભાગની ટીમ હરકતમાં આવી છે. ફાયર વિભાગની ટીમ દ્વારા વિવિધ મોલ, કોમર્શિયલ બિલ્ડીંગ તથા ટ્યુશન ક્લાસીસોમાં તપાસ હાથ ધરી નોટિસ પાઠવવામાં આવી હતી. જ્યાં જેમને ફાયર સેફટીના સાધનો લગાવ્યા હોઈ તેની સામે લાલ આંખ કરી હતી.

 મનપાની ફાયર વિભાગની ટીમ દ્વારા અલથાન ખાતે આવેલ મેગનસ શોપિંગ સેન્ટરને સિલ મારવાની કામગીરી હાથ ધરી હતી. 134 દૂકાનો પર નોટિસ મારી સિલ મારી દેવામાં આવ્યું હતું. નોટિસમાં ફાયરના સાધનો અપૂરતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જે રીતે દુકાનો સિલ મારવામાં આવી હતી તેને કારણે દુકાન માલિકો વહેલી સવારથી દોડતા થયા હતા

 . જો કે બીજી તરફ ફાયર વિભાગે પણ જ્યાં સુધી ફાયરના સાધનો નહીં લગાડવામાં આવે ત્યાં સુધી સિલ નહીં ખોલશેની ચીમકી ઉચ્ચારી હતી. ઉલ્લેખનીય છે કે આજ મોલમાં જીએસટી વિભાગની ઓફિસ પણ આવેલી છે. જો કે તેમની ઓફિસ સીલ નહીં કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

(12:52 am IST)