ગુજરાત
News of Tuesday, 13th February 2018

ખેતરના રસ્તાનું છીંડું ખોલવા બાબતે મહિલાને ગાળો દઈને ડોલ ભરીને મોઢા ઉપર મરચાવાળું પાણી રેડ્યું

બોરસદના મલાવ ગામની સીમનો બનાવ :કાશીબેનને અપમાનિત કરવા સબબ એસ્ટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો

બોરસદ:તાલુકાના ઉમલાવ ગામની સીમમાં આવેલ ખેતરમાં છીંડુ ખોલવા બાબતે મહિલાને અપમાનિત કરીને ડોલ ભરીને મરચાવાળુ પાણી મોઢાના ભાગે રેડતાં મહિલાની આંખોમાં બળતરા થવા પામી હતી. આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

  આ અંગેની વિગત મુજબ ઉમલાવ ગામે રહેતા કાશીબેન ગોરધનભાઈ વણકર પોતાનું ખેતર ખેડવાનું હોય પુત્રવધુ સુશીલાબેન સાથે ખેતરે ગયા હતા અને ખેતરના રસ્તામાં આવેલું છીંડુ ખોલવા જતાં ફતેસિંહ મેરૂભાઈ જાદવ આવી ચઢ્યા હતા અને ગમે તેવી ગાળો બોલીને અપમાનિત કરી પ્લાસ્ટીકની ડોલ ભરેલું પાણી કાશીબેનના મોઢા ઉપર રેડતાં મરચા જેવી બળતરા થવા પામી હતી.દરમિયાન  ફતેસિંહભાઈનું ઉપરાણું લઈને મોહનભાઈ ફતેસિંહ જાદવ તથા જગદીશભાઈ ફતેસિંહ જાદવ આવી ચઢ્યા હતા અને તેઓએ પણ જ્ઞાતિવાચક અપશબ્દો બોલ્યા હતા. આ અગે પોલીસે એટ્રોસીટી એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે

(9:25 pm IST)