ગુજરાત
News of Tuesday, 13th February 2018

જીજ્ઞેશ મેવાણી હવે શિક્ષકોના મુદ્દે આંદોલનમાં જોડાશે

રાજ્યના શાળાના પાંચ હજાર કર્મીઓને નિયત પગાર વધારા સાથે વેતન માટે માંગ :18મીએ ગાંધીનગરમાં શિક્ષકોના આંદોલનમાં ભાગ લેશે

અમદાવાદ :રાજ્યના દલિત નેતા અને વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી હવે શિક્ષકોના આંદોલનમાં જોડાશે ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં કામ કરતા 5 હજાર કર્મચારીઓને નિયત પગાર વધારા સાથેનું વેતન મળે તે માટે જીગ્નેશ મેવાણીએ હાકલ કરી છે.   ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના કહેવા મુજબ 18 જાન્યુઆરી 2017ના ઠરાવ મુજબ નક્કી કરાયેલ પગારવધારો ફાળવાયો નથી. આ મુદ્દે મેવાણી 18 તારીખે ગાંધીનગરમાં શિક્ષકોના આંદોલનમાં જોડાશે.

(9:24 pm IST)