ગુજરાત
News of Tuesday, 13th February 2018

મહેસાણાના સિદ્ધપુરમાં રેલ્વેના પાટા ઉખેડવાનો પ્રયાસઃ રેલ્વે દુર્ઘટના સર્જાતા સ્હેજમાં અટકી

મહેસાણાઃ મહેસાણાના સિદ્ધપુરમાં કોઇ શખ્‍સે રેલ્વેના પાટા ઉખેડવાનો પ્રયાસ કરતા રેલ્વે તંત્ર દોડતુ થઇ ગયુ હતું અને તાત્‍કાલિક પાટા રીપેર કરવામાં આવતા મોટી ટ્રેન દુર્ઘટના સર્જાતા સ્‍હેજમાં અટકી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ મહેસાણાના સિદ્ધપુરમાં આજે મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી. કોઈ શખ્સે રેલ્વેના પાટા ઉખાડવાનો પ્રયત્ન કર્યો હતો અને પાટા કાપીને આ શખ્સો ફરાર થઈ ગયા હતા. આ કૃત્ય ધ્યાનમાં આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.સિદ્ધુપર પોલીસના જણાવ્યા પ્રમાણે સિદ્ધપુર નજીક આવેલા ધારેવાળા પાસે કેટલાક અજાણ્યા શખસો દ્વારા રેલવેના પાટા કાપવાનો પ્રયાસ કરાયો હતો. અને પાટા ઉખાડવામાં આવ્યા હતા. આ ઘટના ધ્યાને આવતા આ ટ્રેક પર હાલ પૂરતો રેલ્વે વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. અને ઘટનાની જાણ થતા જ આરપીએફ એસપી,પાટણ એસપી તેમજ બનાસકાંઠાના એસપી ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી.

સ્થાનિકોના જણાવ્યા મુજબ સિદ્ધપુરના ધારેવાળા પાસે કેટલાક અજાણ્યા શખસો દ્વારા રેલવેના પાટા કાપવાનો પ્રયાસ કર્યા બાદ ફરાર થઈ ગયા હતા. માહિતી મળતાં RPF, એસપી, પાટણ એસપી અને બનાસકાંઠા એસપી ઘટનાસ્થળે પહોંચી તપાસ કરી રહ્યા છે. રેલવેને ઉથલવવાનો પ્રયાસ કરનારા અજાણ્યા શખસોને પકડી પાડવા ચક્રો ગતિમાન કરી દેવામાં આવ્યાં છે. જોકે આ રૂટ પર અવરજવર કરનારા લોકો રેલ્વે વ્યવહાર બંધ થવાને પરિણામે મુશ્કેલીમાં મૂકાયા છે.

(8:06 pm IST)