ગુજરાત
News of Tuesday, 13th February 2018

વડસર નજીક ટ્રાસન્પોર્ટમાં કામ કરતા ડ્રાઈવરે 1.27 લાખની સિમેન્ટ બરોબર વેચી ફરાર

વડસર: પાસે આવેલા ટ્રાન્સપોર્ટમાં ડ્રાઇવીંગનું કામ કરતા ટ્રક ચાલકે સિમેન્ટની ૪૪૦ થેલીઓ નડીયાદ ખાતે પહોંચાડવાની જગ્યાએ બારોબાર વેચી મારી ખાલી ટ્રક નાના - ચિલોડા ખાતે મૂકી ફરાર થઇ જતા ચકચાર મચી ગઇ છે. ટ્રાન્સપોર્ટ માલિકની ફરિયાદને આધારે પોલીસે આરોપી ડ્રાઇવર સામે ગુનો દાખલ કર્યો છે.

મોટીભોયણથી વડસર જતા રોડ ઉપર અંકુર વિનુભાઇ પટેલ ટ્રાન્સપોર્ટની ઓફીસ ધરાવે છે. તેમની ટ્રાન્સપોર્ટ કંપનીમાં હીરાસીંગ વીધારામ જાટવ (રહે.ઉત્તરપ્રદેશ) ડ્રાઇવીંગનું કામ કરે છે. ત્યારે જે.કે. લક્ષ્મી સિમેન્ટ કંપનીમાંથી સિમેન્ટની ૪૪૦ થેલીઓ નડીયાદ ખાતે મોકલવાની હોવાથી તા.૬ ફેબુ્રઆરીના રોજ હીરાસીંગ ટ્રક લઇને સિમેન્ટની કંપનીમાં પહોંચ્યો હતો અને ટ્રકમાં સિમેન્ટની થેલીઓ ભરી રવાના થયો હતો.

જો કે બીજા દિવસે પણ સિમેન્ટની થેલીઓ નડીયાદ નહી પહોંચી હોવાથી ટ્રાન્સપોર્ટ માલિક અંકુરે હીરાસીંગને ફોન લગાવ્યો હતો. જો કે તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો. જેથી હાઇવે પર રહેલા સીસીટીવી ફુટેજ ચેક કરાવતા ફુટેજમાં પણ કાલી ટ્રક જતી જણાઇ હતી. તપાસને અંતે ખાલી ટ્રક નાના ચિલોડા ખાતેથી મળી આવી તી. પરંતુ ડ્રાયવરની કોઇ ભાળ મળી આવી ન હોતી.

૧.૨૭ લાખની સિમેન્ટની થેલીઓ ડ્રાયવરે વેચી મારી કે પછી ચોરી કરીને પલાયન થઇ ગયો છે. તે અંગે પોલીસે તપાસ શરૃ કરી છે. અંકુર પટેલની ફરિયાદને આધારે સાંતેજ પોલીસે ટ્રક ચાલક હીરાસીંગ વીધારામ જાટવ વિરૃદ્ધ ગુનો દાખલ કરી તેની ધરપકડ માટે દોડધામ શરૃ કરી છે.

(6:41 pm IST)