ગુજરાત
News of Tuesday, 13th February 2018

નર્મદા કેનાલમાંથી પાણીની પાઇપ લાઈન કપાઈ જતા ખેડૂતોમાં રોષની લાગણી

થરાદ: તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ પર ખેડૂતો દ્વારા સીચાઈ માટે પાઈપ લાઈન મુકી ખેતી માટે પાણી લેવામાં આવતુ હતુ જેના નર્મદા વિભાગ દ્વારા કનેકશન કાપવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.
થરાદ પંથકની જીવા દોરી સમાન નર્મદા નહેર છેલ્લા સાતેક વર્ષથી થરાદ-વાવ પંથકમા પસાર થયેલ છે જેના કારણે સુકાભઠ ગણાતા પ્રદેશમાં હરીયાળી ક્રાંતી આવી છે અનેખેડુતો બારે માસ પાણી દ્વારા ખેતી પશુઓ માટે ઘાસ ચારો તથા પીવા માટે પાણીનો ઉપયોગ કરતા હતા. ચાલુ વર્ષે શીયાળામાં ખેડૂતો શીયાળુ પાકનુ વાવેતર કરવામાં આવ્યું છે જેને મહીનો થયો નહતો ત્યારે નર્મદા વિભાગ દ્વારા કેનાલનુ રીપેરીંગ કામ કરવાના બહાના હેઠળ પંદર દિવસ સુધી પાણી બંધ કર્યુ હતુ. ત્યારે ખેડૂતો દ્વારા ઉગ્ર રજુઆતો અને આદોલનના કારણે કેનાલમાં પાણી શરૃ કરવામાં આવ્યુ હતુ. અત્યારે શીયાળુ પાકને છેલ્લા પાણીની જરૃર હતી ત્યારે નર્મદા વિભાગ તથા વહીવટી તંત્ર દ્વારા સરદાર સરોવરમાં પાણી ન હોવાથી માત્ર પીવા માટે પાણી આપવાનુ બહાનુ કાઢી ખેડુતો દ્વારા કેનાલ પર મુકવામાં આવેલ પાઈપ લાઈનના કનેકશનો કાપવાની કામગીરી હાથ ધરવામાં આવતા ખેડુતોમાં વ્યાપક રોષ ફાટી નીકળ્યો હતો.
થરાદ પંથકના નર્મદા કેનાલના વિસ્તારોમાં સોમવાર સવારે ઉચપા, સુવા ગંભીરપુરા જેવા ગામોના ખેડુતોના કનેકશનો કાપવા માટે વહીવટીતંત્ર દ્વારા પોલીસ એસ.અર.પીના કાફલા સાથે ગયા હતા. નર્મદા વિભાગ દ્વારા પાઈપ લાઈનના કનેકશનો કાપવાની કામગીરી હાથ ધરવામાં આવતા ખેડૂતોને મોઢામાં આવેલ કોળીયો  નર્મદા વિભાગ ઝુટવી રહી છે. માત્ર પંદર દિવસ પછીતો જીરા રાયડાની કાપણી શરૃ થશે તો નર્મદા વિભાગ કેમ થોડા દિવસ રાહ જોઈ શકતી નથી જેને લઈ ખેડુતોને મોટા પાયે શીયાળુ પાકમાં નુકશાન થવાની શકયતા રહેલી છે.

(6:38 pm IST)