ગુજરાત
News of Tuesday, 13th February 2018

સુરતમાં હિન્‍દુ સંસ્‍કૃતિ અને શાસ્‍ત્રોની આરાધના માટે યુવતિઓ દ્વારા વેલેન્‍ટાઇન-ડેના બદલે શિવરાત્રિની ઉજવણી

સુરતઃ તા.૧૪ ફેબ્રુઆરી અેટલે વેલેન્‍ટાઇન-ડે. આ દિવસે યુવા હૈયાઓ પ્રેમનો અેકરાર કરે છે ત્‍યારે સુરતમાં શિવભક્તિ સાથે વેલેન્‍ટાઇન-ડેની ઉજવણી કરીને ગરીબ બાળકોને મદદ કરવામાં આવી રહી છે.

ભારતીય સંસ્કૃતિના મહા શિવરાત્રી અને પશ્ચિમની સંસ્કૃતિના વેલેન્ટાઈન ડે વચ્ચે એક દિવસ હોવાથી બે સંસ્કૃતિ વચ્ચેનો ટકરાવ જોવા મળી રહ્યો છે. પશ્ચિમની સંસ્કૃતિમાં સુરતના યંગસ્ટર્સ પાગલ બનીને વેલેન્ટાઈન ડે મનાવશે.

છેલ્લા એક દસકાથી સુરતમાં વેલેેન્ટાઈન ડેની ઉજવણી જોરશોરમાં કરવામાં આવી રહી છે. ત્યારે સુરતની એક કોલેજમાં અભ્યાસ કરતી યુવતીઓના ગ્રુપ વેલન્ટાઈનને બદલે શિવરાત્રીની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. અમિતા પટેલ કહે છે, ભગવાન શિવની આરાધના અંગે હિન્દુ શાસ્ત્રોમાં ઘણું લખાયું છે જ્યારે વેલેન્ટાઈન ડે ભારતીય તહેવાર નથી. અમે અગાઉ પણ વેલન્ટાઈન ડેની ઉજવણી કરતા નહોતા. વર્ષે શિવરાત્રીના બીજા દિવસે વેલેન્ટાઈન ડે છે તેથી અમે શિવરાત્રી મનાવી રહ્યા છે.

વર્ષે શિવરાત્રીના દિવસે નાવડી ઓવારાથી તાપી માતાનું પાણી લઈને ૨૫૦ જેટલી યુવતી, મહિલા અને છોકરાઓ સાથે કાવડ યાત્રા પણ કાઢીશું અને ભગવાન શિવની આરાધના કરીશું. નાવડી ઓવારાથી પાણી લઈને અગ્રસેન ભવન ખાતેના શિવ મંદિરમાં અભિષેક કરીશું એમ રીચા જૈનએ જણાવ્યું. ગુ્રપની ઇશાએ કહયું કે, વેલન્ટાઈન ડેમાં જે કાંઈ ખર્ચ થાય તે ભેગો કરીને અમે બધી ગર્લ્સ કોઈ ગરીબને મદદ થાય તેવી કોશીશ કરીશું. ભૂખ્યાને ભોજન આપીશું. વેલેન્ટાઇન ડેની ઉજવણીમાં દેખાદેખી થાય છે. ઉજવણી માટે ખર્ચ પણ વધારે થાય છે તે પૈસા બચાવીને ગરીબોને મદદ વેલેન્ટાઇન ડે ઉજવણીથી કમ નથી. માટે કૉલેજીયન્સે સંકલ્પ પણ કર્યો હતો.

(6:00 pm IST)