ગુજરાત
News of Tuesday, 13th February 2018

ગાંધીનગરમાં તસ્‍કરોનો તરખાટઃ પાર્ક કરેલી ગાડીઓમાંથી ટાયરોની ઉઠાંતરી

ગાંધીનગરઃ ગાંધીનગરમાં છેલ્લા થોડા દિવસોથી તસ્‍કરોઅે તરખાટ મચાવીને વિચિત્ર ચોરી કરતા તસ્કરોને ઝડપી લેવા તાકીદ કરાઇ છે.

છેલ્લાં 20 દિવસ દરમિયાન ગાંધીનગરમાં પ્રકારના ચાર બનાવો બન્યા છે. જો કે પોલીસને હજુ સુધી કોઇ કડી મળી શકી નથી.

પ્રથમ બનાવમાં ગત 24મી તારીખની રાત્રીએ સેક્ટર-28માં આવેલા સ્વીટ હોમ એપાર્ટમેન્ટ પાસે બન્યો હતો જેમાં જીગ્નેશ પટેલે તેમની સેડાન કાર એપાર્ટમેન્ટની બહાર મુકી હતી. સવારે સાત વાગે ઉઠ્યા ત્યારે તેમના ચોકીદારે જાણ કરી હતી કે કોઇ તેમની કારના ચારેય ટાયરોની ચોરી કરી ગયું છે અને જોયુ તો ચોંકી ઉઠ્યા હતા કારણ કે તસ્કરો કારને પેવર બ્લોકના સહારે મુકીને ટાયર કાઢી ગયા હતા.

ચોરી થયેલા ટાયરોની કિંમત અંદાજે એક લાખ રૂપિયા અંદાજવામાં આવી છે. અંગે તેમણે સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જ્યારે બીજા બનાવમાં સેક્ટર 6 બીમાં રહેતા અંકિત પટેલે ગત 25મી જાન્યુઆરીએ રાતના સમયે પોતાની એસયુવી કાર પોતાના ઘર પાસેના કોમન પ્લોટમાં પાર્ક કરી હતી અને સવારે પાડોશીએ જાણ કરી હતી કે તેમની કારના ચારેય ટાયર ગાયબ થઇ ગયા હતા. જેમાં એક મોડસ ઓપરેન્ડીથી ટાયરોની ચોરી થઇ હતી. અંગે અંકિત પટેલે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો કે કેસમાં સીસીટીવી હોવાથી કોઇ આરોપી ઝડપાયા નહોતા. જ્યારે ફરીથી રાતના સમયે સેક્ટર- એમાં રહેતા સેનાજી ઠાકોરે પોતાની ઇનોવા કાર ઘરની બહાર પાર્ક કરી હતી. ત્યારે વહેલા સવારે ચોકીદારે તેમના જગાડ્યા હતા અને જાણ કરી હતી કે કેટલાંક શખ્સો તેમના કારના પાછળના ટાયરોની ચોરી કરીને નાસી ગયા હતા. જો કે તેઓ આગળના ટાયરો પણ કાઢે તે પહેલા ચોકીદાર આવી જતા તેઓ ભાગી ગયા હતા. સમયે રાતના સમયે તસ્કરોએ પણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પાર્ક કરેલી કારના ટાયરોની પણ ચોરી કરી હતી.

બનાવને ગંભીરતાથી લઇને ગાંધીનગર જિલ્લાના પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવે લોકલ ક્રાઇમ બ્રાંચના અધિકારીઓને ખાસ તપાસ કરીને ચોરોને ઝડપી લેવા તાકીદ કરી હતી.

(5:58 pm IST)