ગુજરાત
News of Tuesday, 13th February 2018

સુરતમાં દારૂના અડ્ડાનો વિડીયો વાયરલઃ પોલીસનો દરોડો : PSI સહિત ૩ સસ્પેન્ડ

પોલીસ ચોકી પાછળ ધાબામાં દારૂના અડ્ડાના વિડીયો બાદ દરોડામાં બુટલેગર ઝડપાયો

સુરત, તા.૧૩: રાજયમાં દારૂબંધી હોવા છતાં વારંવાર દારૂનો જથ્થો ઝડપાતો હોય છે  બેરોકટોક વેચાણ અને પીધેલા પકડાતા હોય છે અનેકવાર દારૂના જથ્થા સાથે કેટલાક શખ્શોને ઝડપી લેવાતા હોય છે ત્યારે સુરતમાં લોકોની જાગૃતિને કારણે પોલીસ ચોકીની નજીકમાં ચાલતા દારૂના અડ્ડાનો વિડિયો વાયરલ કર્યા બાદ પોલીસ કમિશનરે આદેશ અપાતા સ્થાનિક પોલીસે દરોડો પાડીને બુટલેગરને ઝડપી લીધો છે

જાણવા મળ્યા મુજબ સુરતમાં લાભેશ્વર પોલીસ ચોકી પાસે દારૂનો અડ્ડો ચાલતો હતો.આ દારૂના અડ્ડાનો વીડિયો વાયરલ થતા પોલીસ એકશનમાં આવી હતી પોલીસ ચોકીની પાછળ ધાબા પર દારૂનો અડ્ડો ચલાવવામાં આવતો હતો દારૂના અડ્ડાનો વીડિયો વાયરલ થતા પોલીસ કમિશ્નર દ્વારા કાર્યવાહી કરવામાં હતી .

પોલીસ કમિશ્નર દ્વારા વરાછા પોલીસને આદેશ આપતા સ્થાનિક પોલીસે ધમધમતા દારૂના અડ્ડા પર દરોડા પાડીને પોલીસે બુટલેગર નારાયણ શાહની ધરપકડ કરી છે.પોલીસ ચોકી પાસે દારૂનો અડ્ડો ચલાવવામાં આવતો હતો.તેમ છતા પોલીસ દ્વારા અત્યાર સુધી કાર્યવાહી કરવામાં આવી નથી તે સ્થાનિકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

આખરે ડીસીપીએ સમગ્ર મામલે આકરા પગલાં લેતા પીએસઆઈ સહિત ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા હતાં .(૩૭.૨)

(11:42 am IST)