News of Tuesday, 13th February 2018
અમદાવાદના વટવા જીઆઇડીસી ફેજ-1ની ફેકટરીમાં ગેસ લીકેજ :ફાયર ફાયટરની ટીમ ઘટના સ્થળે દોડી
અમદાવાદ :અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલી GIDC ફેઝ 1ની ફેકટરીમાં ગેસ લીકેજ થયો હતો. ગેસ લીકેજના કારણે એક કર્મચારીને અસર થઇ ગઇ હતી તેને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક સારવાર મળી રહેતા વર્કરની હાલ તબીયતમાં સુધાર આવ્યો છે. આ ઘટનાને પગલે ફાયર ફાઇટર ટીમ ઘટનાસ્થળ પર પહોંચીને પરિસ્થિતી પર કાબુ મેળવ્યો છે
(9:11 am IST)