વડોદરા : એમ.એસ. યુનિ. માં યુથ ફેસ્ટિવલનો પ્રારંભ :કેમ્પસ ઢોલ-નગારાના તાલે ગુંજ્યું
વડોદરા:અહીંની એમ,એસ,યુનિવર્સિટીના યુથ ફેસ્ટિવલનો વાઈસ ચાન્સેલર પરિમલ વ્યાસની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો પ્રથમ દિવસે યુનિવર્સિટીનું કેમ્પસ ઢોલ અને નગારાના તાલે ગુંજી ઉઠયુ હતું.વિદ્યાર્થીઓએ પ્રથમ દિવસે ગુજરાતની ઓળખ સમાન ગરબા રમીને યુથ ફેસ્ટીવલનો પ્રારંભ કર્યો હતો.
આજથી શરૂ થયેલ આ મહોત્મવમાં વિવિધ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવશે સાથે જ ટ્રી-પ્લાન્ટેશન કરીને લોકો સુધી એક મેસેજ પહોચેં તેવુ આયોજન કર્યું છે આજથી 19 તારીખ સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં રોજ વિવિધ રંગારંગ કાર્યક્રમ યોજાશે.
સંસ્કારી નગરી વડોદરા ખાતે શરૂ થયેલ આ યુવક મહોત્સવને લઇ યુવાનોમાં જોરદાર જુસ્સો જોવા મળી રહ્યો છે.આગામી 19 તારીખ સુધી ચાલનાર આ યુવક મહોત્સવમાં વિવિધ કૃતિઓ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવનાર છે.