ગુજરાત
News of Tuesday, 13th February 2018

ચારૂસેટ કેમ્‍પસમાં રમણભાઇ પટેલ ફાર્મસી કોલેજના પાટીદાર સમાજના છાત્રોને રૂૂા ૧.૩૬ કરોડની સહાય અર્પણ

અમદાવાદઃ ચારૂસેટ ખાતે પટેલ સમાજના વિદ્યાર્થીઓને શિષ્‍યવૃત્તિ અને સહાયનું વિતરણ કરાયુ હતું.

ચારૂસેટ કેમ્પસ, ચાંગા ખાતે રમણભાઇ પટેલ ફાર્મસી કોલેજમાં કેળવણી મંડળના પ્રમુખ સુરેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને તેજસ્વી તારલાઓનો સન્માન અને આર્થિક સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સમાજના ૧૦રપ વિદ્યાર્થીઓને રૂ.,૮પ,૩૫,ર૦૦ની શિષ્યવૃતિ અને આર્થિક સહાય આપવામાં આવી હતી. જેમાંથી ચારૂસેટમાં અભ્યાસ કરતા સમાજના ૪૩૧ વિદ્યાર્થીઓને રૂ..૩૬ કરોડની આર્થિક સહાય અપાઇ હતી. આ પ્રસંગે અતિથિપદે યુએસએ સ્થિત દાતા જયોત્સના હરીશભાઇ પટેલ, મંત્રી ડો.એમ.સી.પટેલ, માતૃસંસ્થાના પ્રમુખ નગીનભાઇ પટેલ, ડો.શરદ પટેલ સહિત અગ્રણીજનો ઉપસ્થિત રહ્યા હતા.

(7:25 pm IST)