ગુજરાત
News of Tuesday, 13th February 2018

થરાદમાં નર્મદા કેનાલના કનેકશન કાપી નખાતા ખેડૂતોમાં ભારે રોષઃ સઘન પોલીસ બંદોબસ્‍ત ગોઠવાયો

નર્મદા યોજનામાં આ વખતે રાજ્ય સરકાર કરકસર કરી અને પાણી આપનાર છે. ખુદ મુખ્‍યમંત્રીઅે પણ આ વર્ષે ઉનાળુ પાક નહીં લેવા ખેડૂતોને બે હાથ જોડી વિનંતી કરી છે. ત્‍યારે આ કરકસરના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના થરાદમાં નર્મદા કેનાલ પરના પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે, જેને કારણે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. નોંધનીય છે કે,  ગંભીરપુરા અને ઉચપામાં નર્મદાની માઈનોર કેનાલ પર કનેક્શન કાપવામાં આવ્યા છે. અને નર્મદા વિભાગના અધિકારીઓએ કાર્યવાહી કરીને કેનાલમાં લગાવાયેલી પાઈપો કાપી નાંખી છે જેના કારણે સિંચાઈના પાણીની અછત વર્તાઈ છે. ખેડૂતો તેમના પાકને બચાવી રાખવા માટે કેનાલમાંથી પાણી લઈ રહ્યા હતા. ત્‍યારે કનેકશનો કાપી નખાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આ રોષ જોઇને કેનાલ ઉપર એસઆરપી અને પોલીસ કાફલો પણ તૈનાત કરાયો છે.

(5:36 pm IST)