મોડાસા નેશનલ હાઇવે નજીક રાજસ્થાનથી આવતા ટ્ર્કના ગુપ્તખાનામાંથી પોલીસે 14,47,200નો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો
મોડાસા:નેશનલ હાઈવેના વાંટડા ટોલપ્લાઝા નજીક રાજસ્થાનથી આવી રહેલ ટ્રકના ગુપ્તખાનામાંથી રૂ.૧૪,૪૭,૨૦૦ નો વિદેશી દારૂ ઝડપી પડાયો હતો.જિલ્લા એલસીબી પોલીસે આ ટ્રકમાંથી ઝડપેલા વિદેશી દારૂની ૨૪૧૨ બોટલોનો જથ્થો અને ટ્રક કબ્જે લીધો હતો. અને ટ્રકના કલીનરને ઝડપી હવાલાતે કર્યો હતો.
જોકે ટ્રકનો ચાલક પોલીસને થાપ આપી ભાગી છૂટયો હતો.પોલીસે ઝડપેલ પ્રોહીબીશન મુદ્દામાલ મોડાસા રૂરલ પોલીસને હવાલે કર્યો હતો. અને ભાગી છુટેલા ટ્રક ચાલક સહિત કલીનર વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
અરવલ્લી જિલ્લા એલસીબીની ટીમ દ્વારા ઉત્તરાયણ પર્વને લઈ જિલ્લા માંથી પસાર થતાં નેશનલ હાઈવે માર્ગે પ્રોહીબીશન પેટ્રોલીંગ હાથ ધરાયું હતું.દરમ્યાન આ ટીમને રાજસ્થાન તરફથી ટ્રકમાં દારૂ ભરી રાજયમાં ઘુસાડાઈ રહયો હોવાની બાતમી મળી હતી.