વડોદરામાં અન્ય પુરુષ સાથે સંબંધ બાંધતા અટકાવતા પતિ પર પત્ની વિફરાઈ:પતિ-સાસુને ઢોરમાર મારતા સારવાર અર્થે ખસેડાયા
વડોદરા:જિલ્લામાં આવેલા એક ગામમાં રવિવારે સવારે વિફરેલી પત્નીએ પતિ અને સાસુની ધોલધપાટ કરી નાખી હતી. પત્નીએ એ હદે પતિ અને સાસુને ફટકાર્યા હતા કે બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવુ પડયુ હતું. હાલમાં પતિ અને સાસુ એસએસજી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે પરંતુ પત્નીનો ડર હજુ પણ યથાવત છે જેથી પતિએ એસએસજી
હોસ્પિટલમાં તૈનાત પોલીસ જવાનને ખાસ વિનંતી કરી છે કે તેની પત્ની અહી આવે તો તેનાથી બચાવે.
આ ઘટના અંગે ખુદ પતિએ જ પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે 'અમારા લગ્નને બે દાયકા થઇ ગયા છે. બે સંતાનો પણ છે. પરંતુ મારી પત્નીને અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાની મને જાણ થતાં મે તેને રોકી હતી પરંતુ તે નહી માનતા અમે છેલ્લા બે મહિનાથી ગામમાં જ અલગ રહીએ છીએ તેમ છતા તે વારંવાર મારા ઘરે આવીને ઝઘડા કરે છે અને મને તથા અમારા વડિલોને માર મારે છે જે અમે સહન કરતા આવ્યા છીએ.