ગુજરાત
News of Sunday, 13th January 2019

26મીએ બનાસકાંઠાના એક તાલુકાને મળશે નવા જિલ્લાની ભેટ ?: નવ તાલુકાના મધ્યમાં આવેલા ભાભરને જિલ્લો બનાવવા માંગણી

26મી જાન્યુઆરીએ બનાસકાંઠાના સુઈગામ,વાવ ,દિયોદર કે ભાભરને જિલ્લો બનાવાઈ તેવી જોરદાર ચર્ચા

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાંક સમયથી જિલ્લાના પશ્ચિમ વિસ્તારના થરાદ,વાવ,દિયોદર અને ભાભરને જિલ્લો બનાવવા માટે પોત પોતાના મત વિસ્તારના લોકો જારદાર હવા ચલાવી રહ્યા છે.

   એક એવી પણ ચર્ચા થઇ રહી છે કે આગામી તા. ૨૬ મી જાન્યુઆરીએ બનાસકાંઠા જિલ્લામાંથી જિલ્લાના પશ્ચિમ વિસ્તારના ગમે તે ગામમાં નવા જિલ્લાને સ્થાન મળે એવી ચર્ચાઓ જારશોરથી ચાલી રહી છે પરંતુ સત્તાવાર કોઇ માહિતી પ્રાપ્ત થઇ રહી નથી

   આ ચર્ચા વચ્ચે સરહદી વિસ્તારના લોકોની માંગણી છે કે બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિસ્તારના સૂઇગામ, વાવ, દિયોદર અને ભાભરને જિલ્લા મથક ઘણો દૂર પડે છે. જેના કારણે લોકોને પૈસા અને સમયનો વ્યાપક બગાડ જઇ રહ્યો છે. સરકાર દ્વારા નવો જિલ્લો બનાવવાની વિચારણા ચાલી રહી છે. જિલ્લાના પશ્ચિમ વિસ્તારના લોકોને પોત પોતાના ગામમાં જીલ્લાનું સ્થાન મળે એવી ઉગ્ર માંગ છેલ્લા કેટલાંક સમયથી ચાલી રહી છે. જેમાં ભાભર નવ તાલુકાની મધ્યમાં આવેલ એક વેપારી છે. જા ભાભરને જિલ્લો જાહેર કરવામાં આવે તો અન્ય વાવ, થરાદ, સૂઇગામ, લાખણી, સાંતલપુર, દિયોદર, કાંકરેજ અને રાધનપુર તાલુકાઓને ભાભર ૩૦ થી ૩૫ કિ.મી. ના અંદર આવેલ છે.

(9:25 pm IST)