ગુજરાત
News of Sunday, 13th January 2019

પાલનપુરમાં રાજ્યકક્ષાના ધ્વજવંદનની તડામાર તૈયારી :યુદ્ધના ધોરણે થતા કામો :ગુણવતા સામે ઉઠ્યાં સવાલો

રસ્તામાં 18 ઇંચની પાઇપ ઊંડે ફિટ નહિ કરતા વાહનો પસાર થતા વારંવાર તૂટી :રસ્તામાં પણ ગાબડાની બૂમ

પાલનપુરમાં રાજ્યકક્ષાના ધ્વજવંદનની ઉજવણીને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે અને શહેરમાં વિકાસના કામો યુદ્ધના ધોરણે ચાલી રહ્યા છે. ત્યારે આ કામોની ગુણવત્તા સામે સવાલો ઉઠી રહ્યા છે. શહેરના કોઝીથી જજના બંગલા જતા રોડ પર છાસવારે ગાબડાં પડતા આ ગબડામાં વાહનચાલકો ફસાતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

   પાલનપુરના ઢૂંઢીયાવાડી વિસ્તારમાં જજના બંગલા પાસે ૧૮ ઇંચની ગટરની પાઈપ લાઈન નાખવામાં આવી છે. રસ્તામાં ઊંડે ફિટ કરેલ ન હોઈ પાઈપ પરથી વાહનો પસાર થતા વારંવાર પાઈપ તૂટી જાય છે. આ પાઈપ ઊંડે ફિટ કરાઈ નથી. અને પાઈપ પર આરસીસી કરી બમ્પ બનાવાયો નથી.

(9:18 pm IST)