બનાસકાંઠા :પ્રેમિકાને મળવા ગયેલ યુવકનું મુંડન કરાયાની ત્રીજી ઘટના:હવે ભાદરામાં બનાવ બન્યો
ભાદરા ગામે ભાકડિયાલ ગામનો યુવક પ્રેમીકાને મળવા જતા બળજબરીપૂર્વક મુંડન કરાયું :ચકચાર
બનાસકાંઠામાં પ્રેમિકાને મળવા ગયેલ યુવકનું મુંડન કરાયાની બની ત્રીજી ઘટના સામે આવી છે. લાખણી તાલુકાના ભાદરા ગામે ભાકડિયાલ ગામનો યુવક પ્રેમીકાને રાત્રે મળવા જતા ગ્રામજનોએ તેને પકડી પાડ્યો હતો. અને બળજબરી પૂર્વક તેનું મુંડન કર્યુ હતી
. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં ચકચાર મચી છે. લાખાની તાલુકાના ડોડિયા ગામમાં પણ પ્રેમિકાને મળવા ગયેલ યુવકનું મુંડન થયું હતુ. તેનો પણ વીડિયો વાયરલ થયો છે
બીજી બાજુ થરાદના ડેડુવા ગામમાં પ્રેમીકાને રાત્રે મળવા ગયેલ ઘોડાસર ગામના યુવકનું બળજબરી પૂર્વક મુંડન કરાયું હતું. તેના ફોટા પણ વાઇરલ થયા હતા.
આમ બનાસકાંઠામાં બે દિવસમાં એક જ પ્રકારની ત્રણ ઘટનાઓ બનતાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યાં છે. જોકે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.