ગુજરાત
News of Sunday, 13th January 2019

પાદરાના લુણા ગામમાં તસ્કરોનો તરખાટ :ઘરમાંથી સોનાના છ તોલા દાગીનાની ચોરી: મકાનમાલિકનું એક્ટિવા લઇ ગયા

મોડી રાત્રે વીજપુરવઠો ખોરવાયાનો લાભ લઇને તસ્કરો હાથ સાફ કરી ગયા

વડોદરા :પાદરા તાલુકાના લુણા ગામમા તસ્કરોએ તરખાટ મચાવી દીધો છે લુણા ગામના એક ઘરમાં તસ્કરો ઘરની તિજોરીમાં મૂકેલા રોકડ રૂપીયા મંગળસૂત્ર સહિત સોનાના છ તોલાના દાગીનાની સાથે સાથે મકાન માલિકનું જ એક્ટિવા લઈ ફરાર થતા ચકચાર મચી જવા પામી છે

  મળતી વિગત મુજબ મોડી રાત્રે વીજપુરવઠો ખોરવાયાનો લાભ લઇને તસ્કરો હાથ સાફ કરી ગયા હતા. સમગ્ર મામલે પાદરા પોલીસ ને જાણ કરાતા પોલિસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. જોકે પોલીસ વધુ પેટ્રોલિંગ કરે તેવી લોકોની માંગ કરી છે

 

(5:28 pm IST)