ગુજરાત
News of Saturday, 12th January 2019

મોડાસા: મેઘરજ ચોકડી પાસે ઝઘડો જોવા ગયેલ યુવકને કુહાડીનો ઘા વાગતા કરૂણ મોત :પરિવારજનોમાં કલ્પાંત

 

મોડાસામાં આવેલી મેઘરજ ચોકડી પાસે ઝઘડો જોવા ગયેલ એક યુવકને કુહાડીનો ઘા વગી જતા કરૂણમોત નીપજ્યું છે 

 ઝઘડો જોવા ગયેલા યુવકને ઝઘડામાં ભૂલથી કુહાડી વાગતા તેને એકઠા થયેલા ટોળાએ ઘાયલ યુવકને 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું મોત થતા પરિવારમાં કરુણ કલ્પાંત મચી ગયો હતો.

   ઝઘડોમાં ભૂલમાં યુવકને છાતીના ભાગે કુહાડી વાગતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. મોડાસા પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઝઘડો કોના વચ્ચે હતો અને કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તે  અંગે તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો છે

(12:30 am IST)