ગુજરાત
News of Saturday, 13th January 2018

નવસારી એલસીબીએ બાતમીના આધારે હાઇવે પર બે કારમાંથી 70 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે બે ની અટકાયત કરી

નવસારી: એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, દમણની વેગન-આર કાર (નં. જીજે-૦૫-સીડી-૨૦૮૬) માં વિદેશી દારૃ ભરીને સુરત જનાર છે. જે આધારે બોરીયાચ ટોલનાકે વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમીવાળી કાર આવતા અટકાવી તપાસ કરતા બ્રાન્ડેડ દારૃ સુલાવાઈન, પીટર સ્કોચ, રેડ કોટ, બ્લેક એન્ડ વ્હાઈટ, રોયલ ચેલેન્જની કુલ ૫૭ નંગ બોટલો કિંમત રૃા. ૬૯ હજાર મળી આવી હતી. પોલીસે કારમાં સવાર ખેપીયા ઈશ્વર મણીલાલ રાણા (રહે. ભાઠેના, શિવશક્તિ સોસાયટી, સુરત) અને અનિલ રમેશચંદ્ર રાણા (રહે. બેગમપુરા, સુરત) ની ધરપકડ કરી હતી અને દારૃ અંગે પૂછતા ઉધના ખાતે રહેતા જયેશ નામના બુટલેગરે મંગાવ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે જયેશને વોન્ટેડ જાહેર કર્યો છે. બીજા બનાવમાં રૃરલ પોલીસે બાતમી આધારે ગ્રીડ ઓવરબ્રીજના નાકે વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમીવાળી અલ્ટો કાર (નં.જીજે-૧૫ સીબી ૪૦૩૬) આવતા અટકાવી તપાસ કરતા વિદેશી દારૃની ૨૬૪ નંગ બોટલ કિંમત રૃા. ૩૫ હજારની મળી આવી હતી. પોલીસે કાર ડ્રાઈવર નિતેશ કાંતીલાલ પટેલ (રહે. કુંભાર ફળિયા, કોચરવા ગામ, વાપી) ની ધરપકડ કરી હતી અને દારૃ અંગે પૂછતા આ દારૃ વાપી ખાતે રહેતા ધર્મેશ પટેલે સપ્લાય કર્યો હતો અને સુરતના કડોદરા ખાતે રહેતા બુટલેગર રાજુએ મંગાવ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે બંને બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

 

(5:35 pm IST)