ગુજરાત
News of Saturday, 13th January 2018

સુરતમાં દલાલ સાથે મળી શખ્સે કાપડના 14.74 લાખ ચાઉં કરી જતા ચકચાર

સુરત: કાપડબજારના વેપારીઓ સાથે બે ઘટનામાં કુલ રૃ।. ૧૮.૮૦ લાખની ઠગાઇની ફરિયાદ નોંધાઇ છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પાર્લેપોઇન્ટ સોમનાથ મહાદેવ રોડ સરીતા એપાર્ટમેન્ટમા ંરહેતા ચંદ્રપ્રકાશ કૈલાશચંદ્ર ખેમકા રીંગરોડ રોહિત માર્કેટમાં ફીનીશ્ડ કાપડનો ધંધો કરે છે. તેમની સાથે ઘોડદોડ રોડ વૃંદાવન એપાર્ટમેન્ટમાં રહેતા બે ભાઇઓ કમલેશભાઇ - મનોજભાઇ રામચંદ્ર લાલવાણી ઘણાં સમયથી કમિશન એજન્ટ તરીકે કામ કરતા હોય તેમના હસ્તક અમદાવાદની ઘણી  પાર્ટીઓને ફીનીશ્ડ કાપડનો જથ્થો મોકલ્યો હતો.

જો કે, બંને ભાઇઓની દાનત બગડતાં તેમણે અમદાવાદના દલાલ પંકજભાઇ મનોહરલાલ ગોલાણી (રહે. સી-૬૬, કુબેરનગર, મહાવીર કસરત શાળાની સામે, અમદાવાદ) સાથે મળી  ચંદ્રપ્રકાશભાઇના  પેમેન્ટ બિલના રૃ।. ૧૪.૭૪ લાખ અમદાવાદની પાર્ટીઓ પાસે તો લઇ લીધા હતા પરંતુ ચંદ્રપ્રકાશભાઇને આપ્યા ન હતા. આ અંગે ત્રણેય દલાલો વિરૃદ્ધ સલાબતપુરા પોલીસને ફરિયાદ કરાઇ છે.

જ્યારે રીંગરોડની શ્રી લક્ષ્મી માર્કેટમાં હનુમાન ટેક્સટાઇલના નામે કાપડનો વેપાર કરતા જીતેન્દ્ર કપુરાજી પ્રજાપતિએ વરાછા ખોડીયારનગર રોડ શિવશંકર પાર્વતી સોસાયટી ઘર નં. ૪૬માં રહેતા સુનિલભાઇ લક્ષ્મણભાઇ કાકડીયા પાસે ગત ૨૦૧૭માં ચોળી ઉપર જોબવર્ક કરાવ્યા બાદ મજૂરીના કુલ  રૃ।. ૪,૦૫,૯૦૬ નહીં ચૂકવતા જીતેન્દ્ર પ્રજાપતિ વિરૃદ્ધ સલાબતપુરા પોલીસમાં ફરિયાદ કરાતા પી.એસ.આઇ. સી.એફ. ઠાકોરે વધુ તપાસ  હાથ ધરી છે.

 

(5:35 pm IST)