ગુજરાત
News of Saturday, 13th January 2018

વડોદરાના અકોટામાં ભાડેથી કાર મુકવાના બહાને મલિક સાથે છેતરપિંડી આચરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ

વડોદરા:અકોટા વિસ્તારમાં રહેતા નિવૃત આઇજીપીના પુત્ર નિરવ જેબલિયાના વધુ કરતૂત બહાર આવ્યા છે.આ વખતે તેણે ચાર કાર માલિક સાથે સિવિલ એવિએશનમાં ભાડેથી કાર મુકાવી આપવાના બહાને કાર મેળવ્યા બાદ રકમ નહી ચુકવીને છેતરપિંડી કરતા ગોત્રી પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ચિન્મયના કહ્યા મુજબ ધંધામાં સારૃ વળતર મળે તેમ હોઇ (૨)મારા બનેવી દર્શિત પરિમલ શાહે ઇનોવા કાર (૩) મારા ભાઇ મનન શાહે બોલેરો કાર અને(૪) મિત્ર ત્રિકેશ જયંતિભાઇ પટેલે સ્વીફ્ટ કાર ભાડે આપી હતી.ચારેય કારના કમિશન પેટ કારમાલિકોએ કારદીઠ રૃા.૩૦ હજાર મુજબ રૃા.૧.૨૦ લાખ ચુકવ્યા હતા.

ત્રણ મહિના સુધી નિયમિત ભાડુ ચુકવ્યા બાદ નિરવે ભાડુ આપવાનુ બંધ કરતા કાર માલિકોએ બાકી રહેલા રૃા.૮ લાખની ઉઘરાણી શરૃ કરી હતી.નિરવે આપેલા ચેકો બાઉન્સ થતા આખરે ગોત્રી પોલીસે નિરવ બાવકુભાઇ જેબલિયા (રહે.તિરૃમાલા સો., અકોટા) અને અલ્પેશ રમેશચંદ્ર શાહ(રહે.ચાંદોદ, ડભોઇ) સામે ગુનો દાખલ કર્યો છે.

(5:35 pm IST)