ગુજરાત
News of Saturday, 13th January 2018

સેવાલિયા-ડાકોર રોડ પર અજાણ્યા વાહનની હડફેટે બાઈક ચાલક સહીત ત્રણે ઇજા

ગળતેશ્વર: પાસેથી પસાર થતો સેવાલીયા-ડાકોર રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલક  અને બાઈક પાછળ બેઠેલા બે લોકોને શરીરે ઓછાવત્તા પ્રમાણમાં ઈજાઓ પહોંચતા  તેઓને તુરંત સારવાર અર્થે ગોધરા ખસેડવામાં આવ્યા છે.

 


તાલુકાના સેવાલીયા ડાકોર રોડ ઉપર આવેલ રાજપુરા ફાટક પાસે વાહન અકસ્માત સર્જાયો છે. જેમાં આજે સવારે ઉપરોક્ત ફાટક નજીકથી માલવણ તરફથી આવતું એક મોટર સાયકલને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી. આથી આ મોટર સાયકલ ઉપર સવાર વિજય ગણપત ભીલ, રોહિત મંગળભાઈ ભીલ, રાકેશ મહેન્દ્રભાઈ મુડવાળા (તમામ રહે.મોટી માલવણ,તા.ગળતેશ્વર)  રોડ ઉપર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

તેથી આ ત્રણેય ઘવાયેલા લોકોને સારવાર અર્થે સેવાલીયા સામૂહીક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર અપાયા બાદ આ ત્રણેય લોકોને ગોધરા ખાતે રીફર કરાયા હતા. તો બીજી તરફ આ ઘટનામાં સેવાલીયા સામૂહીક આરોગ્ય કેન્દ્રના ફરજ પરના તબિબે માનવતા દાખવી ન હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યુ છે. જેમાં ર્ડાક્ટરે નિયમ મૂજબ કાર્યવાહી થશે અને ત્યારબાદ ઈજાગ્રસ્તને જરૃરી સારવાર મળશે તેમ કહી મનમાની કરતા લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.

(5:35 pm IST)