ગુજરાત
News of Saturday, 13th January 2018

સૈજપુર-ઝારોલામાં દુંધ મંડળીના તાળા તોડી તસ્કરો 1.37 લાખની મતા ચોરી છૂમંતર

બોરસદ: તાલુકાના સૈજપુર અને ઝારોલા ગામે આવેલી દૂધ મંડળીમાં ગઈકાલે રાત્રીના સુમારે ત્રાટકેલા તસ્કરો કુલ ૧.૩૭ લાખની રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ જતાં આ અંગે પોલીસે ચોરીના બે અલગ-અલગ ગુનાઓ દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

 


ચોરીની મળતી વિગતો અનુસાર ગઈકાલે રાત્રીના સુમારે કેટલાક તસ્કરો દૂધ મંડળીના લોખંડના દરવાજાને મારેલું તાળુ તોડીને અંદર ઘુસ્યા હતા અને દરવાજાને મારેલા તાળા તોડી અંદર મુકેલી તિજોરી તોડી નાંખી હતી અને રોકડા ૬૦ હજાર તથા પાંચ હજારનું પરચુરણ એમ મળીને કુલ ૬૫ હજારની રોકડ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

સવારે દૂધ મંડળીએ આવેલા ઠાકોરભાઈ પુરૂષોત્તમભાઈ સોલંકીએ તાળા તેમજ તિજોરી તુટેલી જોતા ંજ તુરંત જ પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે આવી પહોંચેલી વીરસદ પોલીસે ગુનો દાખલ કરીને ડોગ સ્ક્વોડ તથા એફએસએલની મદદથી તપાસ હાથ ઘરી છે. બીજા બનાવમાં ઝારોલા ગામે આવેલી દૂધ મંડળીમાં ગઈકાલે રાત્રીના સુમારે લોખંડની જાળીનો નકુચો તોડીને તસ્કરો અંદર ઘુસ્યા હતા અને ઉપરના માળે આવેલ તિજોરીનું લોક ખોલીને તેમાંથી રોકડા ૭૨ હજારની રોકડની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. આ અંગે સેક્રેટરી શ્યામસુંદર રાવજીભાઈ પટેલે ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

(5:34 pm IST)