ગુજરાત
News of Saturday, 13th January 2018

દહાણુંના પારનાકા બીચ પર દરિયામાં બોટ ઉથલી પડતા 10 વિદ્યાર્થીઓ લાપતા : ૩૦ને બચાવી લેવાયા

દહાણું : મહારાષ્ટ્ર-ગુજરાત બોર્ડર પરના દહાણુંના પારનાકા બીચ પર ફેરી બોટ પલટી ખાઈ જતા 10 વિદ્યાર્થીઓ લાપતા થઇ ગયા છે. કે.એલ. પૌંડા સ્કુલના 40 વિદ્યાર્થીઓ દરિયામાં બોટમાં ગયા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.

હાલ 30 જેટલા વિદ્યાર્થીઓને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે 10 લાપતા વિદ્યાર્થીઓને શોધવાની કામગીરી ચાલી રહી છે.

(1:54 pm IST)