ગુજરાત
News of Saturday, 13th January 2018

પતંગ બનાવવામાં માત્ર હાથની બનાવટ હોય છે

શહેરમાં પતંગ બજાર બારેમાસ ધમધમતુ રહે છે : દિલ્લી, હૈદરાબાદ, મુંબઈથી માત્ર પતંગનો કાગળ લવાય છે : પતંગ માટે ઉપયોગી વાંસ માત્ર આસામમાં થાય છે

અમદાવાદ, તા.૧૩ : ઉત્તરાયણની ઉજવણી થવાના મહિનાઓ પહેલા જ પતંગ બજારમાં તેજી આવી જાય છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં પતંગ બનાવવામાં આવે છે. દેશના ખૂબ ઓછા શહેરોમાં ઉત્તરાયણના દિવસે અથવા તો મકરસંક્રાંતિના દિવસે પતંગ ઉડાડવામાં આવેછે. અમદાવાદ ઉપરાંત રાજસ્થાનના પાટનગર જયપુરમાં પણ પતંગ ઉડાડવાની પરંપરા વર્ષોથી રહેલી છે.

અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં પતંગો વિશેષરીતે બનાવવામાં આવુે છે. ભારતમાં આના સિવાય ક્યાય પણ પતંગો બનાવવાની કામગીરી વિકસેલી નથી અને આ કારીગરી મશીનરી વગરની છે જેથી આખા વિશ્વમાં વિખ્યાત છે. એક પતંગ તૈયાર થાય ત્યારે ઓછામાં ઓછા ૭થી ૮ વ્યક્તિઓના હાથ નીચેથી પસાર થાય છે. આમાં સંપૂર્ણ હાથની બનાવટ હોય છે. આના કાચા માલસામાન વિશે જોઈએ તો દિલ્લી, હૈદરાબાદ, મુંબઈ થી જ માત્ર પતંગોનો કાગળ લાવવામાં આવે છે. આ ઉપરાંત પતંગની કમાન અને ઢઢો એ માત્ર ને માત્ર કલકતા અને તુલસીપુરમાં બનાવવામાં આવે છે. આ માટે વપરાતું વાંસ આખા વિશ્વમાં માત્ર આસામમાં થાય છે અને તે કુદરતી રીતે ઉગી નીકળે છે તેની કોઈ ખેતી નથી. આ પહાડી ઉપર થાય છે અને આની ખાસ એક એ બાબત છે કે આ વાંસ પૈસાથી મેળવી શકાતું નથી. પરંતુ વાંસ લેવુ હોત તો તેના બદલે અનાજ પહાડ પર પહોંચતું કરવામાં આવે છે. અને તેના બદલે વાંસ મેલવવામાં આવે છે અને આ વાંસમાંથી કલકતા અને તુલસીપુરમાં આ કમાન ઢઢા બનાવવાાં આવે છે. આમા આનો કાચો માલસામાન આમ એકટો કરીને પતંગ બનાવવામાં આવે છે. અને ત્યારબાદ એક હજારના થપ્પામાં તેને બહાર મોકલવામાં આવે છે. આમાં ઉત્તરાયણના મહિના કે બે મહિના અગાઉ જાહેરાતો વળા પતંગો બનાવવામાં આવે છે. મોટા ભાગે મીડિયમ સાઈઝના પતંગો વધારે પ્રમાણમાં વેચાય છે બાળકોની ખાસ પસંદો ધ્યાનમાં રાખીને છોટાભીમ, બેનટેન, સુપરમેન જેવા કાર્ટુનના ચિત્રણવાળા પતંગોપણ બજારમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ ઉપરાંત ચાઈનાના પતંગ, પોણીયા, આખીયા, રોકેટ, ચાંદેદાર, અડધીયા, બાબલાવાળા, વગેરે પતંગો બજારમાં જોવા મળે છે. પહેલાના સમયમાં આવા પતંગોમાં ડીઝાઈન પાછળથી ચીપકાવવાાં આવતી હતી પરંતુ આજે આ કામ જ પ્રિન્ટિંગમાં જ કરી દેવામાં આવે છે. જાહેરાતના પતંગો છાપવાના ઓર્ડરો લેવામાં આવે છે આમા આ પતંગ બજાર ૧૨ મહિના ધમધમતું હોય છે.

તાર પ્રમાણે દોરીના ભાવ નક્કી કરાય છે

       અમદાવાદ,તા.૧૩ : પતંગના શોખિન લોકો દોરીને વિશેષ મહત્વ આપતા હોય છે. કેટલીક એવી દોરી છે જેને લઈને પતંગબાજોમાં ભારે ક્રેઝ રહે છે. દોરીમાં ખાસિયત જોવા જોઈએ તો બરેલીની દોરી ખાસ છે એ એના સિવાય દોરી બીજે મળતી પણ નથી. આ એક જ પ્રોડક્ટ પર અલગ અલગ કંપની પોતાનાનામ પ્રમાણે માલનું વેચાણ કરે છે. આમા તાર પ્રમાણે દોરીના ભાવ હોય છે જેમ કે ઓછામાં ઓછા ૨, ૪, ૬, ૯, ૧૨,૧૬ વધુમાં વધુ આમ આ રીતે તેનો તાર પર ભાવ નક્કી કરવામાં આવે છે. આમ અમદાવાદ ઉત્સવની સાથે સાથે વેપારમાં પણ સૌથી પ્રખ્યાત અને મોટામાં મોટુ માર્કેટ ગણવામાં આવે છે. આ અમદાવાદ શહેરમાં બે રીતની ઉત્તરાયણ ઉજવવામાં આવે છે.

(12:55 pm IST)